Abtak Media Google News

પગાર વધારા સહિતની વિવિધ માંગ સાથે હડતાલ પર ઉતર્યા

શહેરનાં ગેલેકસી સીનેમા સામેના બગીચામાં જોમેટો કંપની જે હોમ ડિલેવરીની સુવિધા આપે છે તેના બધા જ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે તેમને જે વેતન આપવામાં આવતું હતુ તેના ઘટાડો અને માઈલ્સ્ટોન પે આપવામાં આવતુ તે પણ કાપી નાંખવામાં આવતા કર્મચારીઓ રોષ ભરાઈ હડતાલ ઉપર ઉતર્યા છે અને જયાં સુધી તેમનું વેતન પાછુ નહી મળે ને તેમની માંગો પૂરી નહી કરવામાં આવે ત્યાં સુધી જોમેટોનાં બધા જ કર્મચારીઓ હડતાલ પાડવાના મૂડમાં છે. આ હડતાલમાં રાજકોટના તમામ જોમેટો કર્મચારી ઉપસ્થિત રહ્યા હતાને ઓફલાઈન રહી સેવાઓ બંધ કરી દીધી છે.Vlcsnap 2019 05 01 13H58M29S187

Advertisement

આદિલભાઈ પોતે જોમેટોમાં હોમડીલેવરી સર્વીસ આપે છે તેઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ હંમેશા ઓનલાઈન રહીને કાર્ય કરે છે. તેમા તેમને અપાતા પે આઉટમાં ઘટાડો કરી નાખવામાં આવ્યો હતો ને એમના માઈલ્સસ્ટોન પે જે આપવામાં આવતુ એ પણ કાપી નાખવામાં આવ્યું છે. તેથી જોમેટોના બધા કર્મચારીઓએ સાથે મળી હડતાલ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.