Abtak Media Google News

અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સ વિરૂઘ્ધ લોકોની આલોચના

સંકુચિત મનોવૃતિ ધરાવનારાઓ દ્વારા સોશિયલ મીડિયાનો દુરૂપયોગ

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડીયાનો ઉપયોગ ખુબ વઘ્યો છે. સોશિયલ મીડીયાના અનેક ફાયદા અને ગેરફાયદા છે. પણ આજની યુવા પેઢી ગેરમાર્ગે દોરાઇ રહી છે. સંકુચિત મનોવૃત્તિવાળા અસામાજીક લોકો સોશિયલ મીડીયાનો ગેરઉપયોગ જ કરવાનું જાણતા હોય તેમ પોતાની હલકી માનસિકતા વ્યકત કરે છે. આવું જ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના એક ચાહકે કર્યુ છ. ધોનીએ આઇપીએલમાં ખરાબ પ્રદર્શન કરતાં તેણે ધોનીની પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાની ધમકી આપી છે. મહેન્દ્રસિંહ ધોનીના પ્રદર્શન વિરૂઘ્ધ ટીકા કરતા આ શખ્સે ધોનીની પત્ની સાક્ષીના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર આ ધમકી આપી છે.

બોલીવુડથી માંડી રમત ક્ષેત્રે સેલીબ્રીટીઓના ચાહકો હોય છે. અને તેમને અનુસરતા હોય છે પરંતુ પોતાન ગમતી સેલીબ્રીટીની ગર્તુણક પસંદ ન આવતા અમુક ગ્રાહકો તેને ગંભીરતાથી લઇ અભદ્રતા સુધી પહોંચી જાય છે. અત્યારના સમયે બાળકીઓ પર દુષ્કર્મના કેસ વધતા સુરક્ષા નામે મોટા સવાલો ઉભા થયા છે. હલકી માનસિકતા ધરાવતાં લોકો સમાજના દુશ્મન બન્યાં છે.

અભદ્ર ટીકા કરનાર શખ્સ સામે વિરોધ વંટોળ ઉભો થયો છે. તેની પોસ્ટ વિરુઘ્ધ એકટેસ નગમાએ નિંદા વ્યકત કરી સરકાર સમક્ષ સવાલો ઉભા કર્યા છે. તેણીએ ટવીટ કરી જણાવ્યું કે એક દેશ તરીકે આપણે કયાં છીએ? દેશમાં આ શું થઇ રહ્યું છે? આઇપીએલમાં ચેન્નઇની હારથી ધોનીની પાંચ વર્ષની બાળકી પર રેપની ધમકી આપવીએ ખુબ શરમજનક છે. આ અંગે રાજયસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને કર્ણાટકના ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ નારાજગી વ્યકત કરી હતી અને આ બનાવને સોશ્યિલ મીડીયાના ગેર ઉપયોગનો મોટો દાખલો ગણાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ રમાયેલી કોલકતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં ચેન્નઇ સુપર કિગ્સ હાર્યુ હતું. સીએસકે ટીમના કેપ્ટન ધોનીએ ૧ર બોલમાં ૧૧ રન જ બનાવ્યા હતા. અને ટીમ ૧૦ રનથી હારી ગઇ હતી. જેને લઇ ચાહકોએ સોશિયલ મીડીયા પર ધોનીને ટ્રોલ્સ કરવાનું શરી કરી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.