Abtak Media Google News

સામગ્રી
1 લિટર દૂધ
15 ગ્રામ સાલમ પાવડર
200 ગ્રામ માવો
200 ગ્રામ ખાંડ
200 ગ્રામ ઘી

Advertisement

સૂકામેવા
25 ગ્રામ બદામ
25 ગ્રામ પિસ્તા
25 ગ્રામ ચારોળી
25 ગ્રામ મગજતરી

વસાણા
1 ટેબલસ્પૂન ધોળા મરી
1 ટેબલસ્પૂન મરી
1 ટેબલસ્પૂન પીપર
1 ટેબલસ્પૂન સૂંઠ
1 ટેબલસ્પૂન ગંઠોડા
1 ટેબલસ્પૂન કાળી મૂસળી
1 ટેબલસ્પૂન ધોળી મૂસળી
1 ટેબલસ્પૂન વાંસ કપૂર
1 ટીસ્પૂન ઈલાયચીનો ભૂકો
1/2 ટીસ્પૂન કેસરની ભૂકી
1/2 ટીસ્પૂન જાવંત્રી
1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો

ગાર્નિશીંગ માટે
બદામની કતરણ
પિસ્તાની કતરણ
ચારોળી

રીત
 સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ ઉકાળવા માટે મૂકો.

દૂધ ઉકળે એટલે એમાં સાલમનો પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બીજી બાજુ એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં બદામ-પિસ્તા-ચારોળી અને મગજતરીનો પાવડર ઉમેરીને શેકો. બરાબર શેકાઇ જાય એટલે તેને પણ ઉકળતા દૂધમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

ફરી એ જ કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં વસાણા ઉમેરીને બરાબર શેકી લો. તેને પણ દૂધમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. સાથે ખાંડ પણ ઉમેરીને બરાબર હલાવી લો.

ખાંડ ઓગળી જાય એટલે માવાને શેકીને દૂધમાં ઉમેરો. બરાબર ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચી, જાવંત્રી અને જાયફળનો ભૂકોઉમેરી દો. લોચા જેવું થાય અને ઘી ઉપર તરે એટલે તેને તેને ઉતારી લો. હવે થાળીમાં ઘી લગાવીને બનાવેલા પાકને પાથરીને ઠરવા દો.

ઠરે એટલે ઘીને ગરમ કરીને ઉપર પાથરવુ. તેના પર પિસ્તાની કતરણ, બદામની કતરણ અને ચારોળીથી ગાર્નિશીંગ કરી દેવુ. ત્યારબાદ ફરી ઘી ઠરે એટલે તેને કટ કરીને ડબ્બામાં ભરી લેવો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.