Abtak Media Google News
  • ઉનાળાના ગરમ વાતાવરણમાં શરીર માટે જરૂરી શીતળતા સાથે પોષક તત્વોનો ખજાનો મળે ફળાહારમાથી

ઉનાળો એટલે આકરોતડકો, લુના રોગ વાયરા, ગભરામણ અને ટુકડાટ ભરી આ વાતાવરણમાં શેકાવાના દિવસો ઉનાળો એટલે બસ ગરમી અકળામણ ની મોસમ.. પણ ખરેખર એવું નથી ઉનાળામાં તો ખાવા પીવાથી લઈને ફરવા હારવાની તક અને શરીરને મોજ મસ્તીમાં રાખવાની ઋતુ બનાવવી એ આપણા હાથની વાત છે ઉનાળો ગરમ હોય પણ ઉનાળાના યોગ્ય આયોજનથી વર્ષ આખાનું થાક અને શરીરને પણ મસ્ત તાજગી પૂર્વક નો મિજાજ આપી શકાય

Advertisement

ઉનાળામાં રાત ટૂંકી અને દિવસ લાંબો હોવાથી તમામ પ્રવૃત્તિઓમાં વધુ સમય મળે આથી જ ઉનાળાના વેકેશનમાં મોજ મસ્તી અને ભરવા ફરવા માટે વધુ અનુકૂળતા રહે છે ખાવા પીવાની દ્રષ્ટિએ પણ ઉનાળો અઢળક આનંદદાયી ગણવામાં આવે છે ગરમીની સિઝનમાં ઠંડા પીણા આઈસ્ક્રીમ લચ્છી આંબલવાનું અને ઠંડાઈથી ઉનાળો વધુ રોનકમય બને છે વળી ઉનાળામાં કેરી ખાવાની મજા પણ મળે છે ત્યારે ઉનાળો માત્ર કેરી જો આરોગ્ય ફળ નથી કેરી સિવાયના એવા 10 ફળ છે જે ઉનાળામાં લેવાથી આરોગ્ય અને મસ્ત મિજાજ અને તન મનને પ્રફુલિત કરે છેદરરોજ ફળ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે પરંતુ દરેક ફળ સમાન પોષણ પૂરું પાડતું નથી. કેટલાક ફળ એવા છે જે ખૂબ જ ફાયદાકારક છે અને શરીરને ગંભીર બીમારીઓથી બચાવે છે. ચાલો જાણીએ તે 10 ફળો વિશે જે સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

કેરી-

કેરી વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેમાં દ્રાવ્ય રેસા હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય કેરીમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણ હોય છે જે રોગોનું જોખમ ઘટાડે છે ઉનાળામાં કેરીનું સેવન નવા રક્ત કણો નું સર્જન અને શરીરમાં ઉર્જા સાથે શરીરના રુધિરાભિસરણ તંત્રને વધુ કાર્યશીલ બનાવે છે ઉનાળામાં નિયમ મુજબ કેરી ખાવ તો નવું લોહી અને શરીરનું નવસર્જન થાય છે

ગ્રેપફ્રૂટ-

સાઇટ્રસ ફળોમાં ગ્રેપફ્રૂટને સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તે વિટામિન્સ અને મિનરલ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. વજન ઘટાડવા ઉપરાંત, તે ઇન્સ્યુલિનનું સ્તર પણ ઘટાડે છે. 91 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં, જે લોકો ગ્રેપફ્રૂટ નથી ખાતા તેમની સરખામણીમાં, લંચ પહેલાં અડધી તાજી ગ્રેપફ્રૂટ ખાનારા લોકોના વજનમાં 1.3 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ગ્રેપફ્રૂટ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને કિડનીની પથરીને રોકવામાં મદદ કરે છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઓછા પ્રમાણમાં મળતા ગ્રેપ ફ્રુટ ડાયાબિટીસના દર્દીઓ માટે સારા માનવામાં આવે છે

અનાનસ

પાઈનેપલ- અનાનસ એટલે પાઈનેપલ ઉનાળામાં મોઢે સ્વાદ અને કોઠામાં ટાઢક માટે પાઈનેપલનો ખૂબ ઉપયોગ થાય છે પાઈનેપલને પોષણનું સુપરસ્ટાર કહેવામાં આવે છે. એક કપ અનેનાસ દરરોજના 131 ટકા વિટામિન સી અને 76 ટકા મેંગેનીઝ પ્રદાન કરે છે. બ્રોમેલેન અનાનસમાં જોવા મળે છે જે બળતરા વિરોધી ઉત્સેચકોનું મિશ્રણ છે અને તે પ્રોટીનને પચાવવાની ક્ષમતા માટે જાણીતું છે. ટેસ્ટ-ટ્યુબ અને પ્રાણીઓના અભ્યાસો દર્શાવે છે કે અનાનસમાં જોવા મળતું બ્રોમેલેન કેન્સર અને ગાંઠોના વિકાસને અટકાવે છે. ઉનાળામાં પાઈનેપલ શરીર સાથે મનને પણ તાજગી બક્ષે છે

એવોકાડો:

મોટાભાગના ફળોમાં કાર્બોહાઇડ્રેટ હોય છે પરંતુ એવોકાડોમાં કાર્બોહાઇડ્રેટ અને હેલ્ધી ફેટ ખૂબ જ ઓછું હોય છે. એવોકાડોમાં જોવા મળતી મોનોસેચ્યુરેટેડ ચરબી બળતરા ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. એવોકાડો પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમથી ભરપૂર છે. એક આખો એવોકાડો પોટેશિયમની 28 ટકા જરૂરિયાત પૂરી કરે છે. પોટેશિયમની પૂરતી માત્રા હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે અને સ્ટ્રોકના જોખમને અટકાવે છે. એવો કાડો સ્વાદ સાથે આરોગ્ય માટે પણ આશીર્વાદ બને છે

સફરજન

સફરજન સૌથી લોકપ્રિય અને પોષણયુક્ત ફળોમાંનું એક છે. તેમાં ફાઈબર, વિટામીન સી, પોટેશિયમ, વિટામીન ઊં અને વિટામીન બી વધુ માત્રામાં હોય છે. અભ્યાસ દર્શાવે છે કે સફરજનમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ હૃદયને સ્વસ્થ રાખે છે અને ટાઇપ 2 ડાયાબિટીસ, કેન્સર અને અલ્ઝાઈમરનું જોખમ ઘટાડે છે. આ સિવાય સફરજન હાડકાની ઘનતા પણ વધારે છે. સફરજનમાં જોવા મળતા પેક્ટીન આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે અને પાચન અને ચયાપચયને સુધારે છે. સફરજન ભલે બિન ગુજરાતી ફળ હોય પણ ઉનાળામાં તેનું સેવન દરેક માટે પોતીકો પોતીકું બની જાય છે

કેળા

કેળામાં વિટામિન, મિનરલ્સ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. હળવા કાચા કેળામાં જોવા મળતા કાર્બ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને તેને ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી. કેળા પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કસરત કરતા પહેલા કેળા ખાવાથી શરીરને ઘણી ઉર્જા મળે છે.

પપૈયા

પપૈયું- પપૈયું વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને ફોલેટથી ભરપૂર એક ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે. તેમાં લાઈકોપીન જેવા કેન્સર વિરોધી એન્ટીઓક્સીડેન્ટ પણ જોવા મળે છે. અભ્યાસ દર્શાવે છે કે શરીરને અન્ય ફળો અને શાકભાજી કરતાં પપૈયામાંથી વધુ લાઈકોપીન મળે છે. પપૈયા પાચનક્રિયા પણ સુધારે છે. આ સિવાય તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. ઉનાળામાં ભારે ખોરાકને બચાવવા માટે પપૈયા મદદરૂપ થાય છે

દાડમ

દાડમ- દાડમને પણ સ્વાસ્થ્યવર્ધક ફળોમાંનું એક માનવામાં આવે છે. દાડમમાં ગ્રીન ટી અને રેડ વાઇન કરતાં ત્રણ ગણા વધુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દાડમમાં મળતું બળતરા વિરોધી તત્વ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. બારમાસી ગણાતા દાડમ ના સેવનથી ઉનાળામાં શરીરમાંથી તજા ગરમી ઓછી થાય છે અને રાહત મળે છે

તરબૂચ

તરબૂચ- તરબૂચમાં વિટામિન અ અને ઈ સારી માત્રામાં જોવા મળે છે. તેમાં લાઈકોપીન, કેરોટીનોઈડ્સ અને કુકરબીટાસિન ઈ જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. લાઇકોપીન હૃદયને સ્વસ્થ રાખે છે અને વધેલા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તરબૂચ ખાવાથી શરીરમાં ક્યારેય પાણીની કમી થતી નથી. તરબૂચ ઉનાળામાં દરેક વય જૂથ અને વર્ગના લોકો માટે ફાયદા રૂપ ફળ છે ઉપરથી જેવો લીલો કલર દેખાય છે આવી જ શીતળતા તેની તાસીરમાં રહી છે

 બ્લુબેરી

બ્લુબેરી- બ્લુબેરીમાં શરીર માટે જરૂરી એવા તમામ પોષક તત્વો હોય છે. તેમાં ફાઈબર, વિટામીન સી, વિટામીન ઊં અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. અન્ય ફળોની તુલનામાં, બ્લૂબેરીમાં ઘણા વધુ એન્ટીઑકિસડન્ટો હોય છે જે હૃદય રોગ, ડાયાબિટીસ અને અલ્ઝાઈમરના જોખમોને ઘટાડે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્લુબેરીના નિયમિત સેવનથી શરીરમાં કુદરતી કિલર કોષો વધે છે જે શરીરને વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે. બ્લુબેરી ખાવાથી યાદશક્તિ પણ સુધરે છે. ઉનાળામાં બ્લુબેરીનું સેવન શરીરમાં ઘટતા પોષક તત્વો પૂરા પાડે છે અને ઊર્જા સાથે શીતળતા આપે છે

ઉનાળાના દિવસોમાં કૃત્રિમ ઠંડક મેળવવા માટે બજારમાં મળતા બેવ્રેજી ઠંડાપીણા અને ઠંડાવાસી મોઢે સારા લાગતા પદાર્થો પેટમાં પધરાવવા કરતા કુદરતની સીધે સીધી દેન જેવા ફળોમાં ઉનાળાનો આશીર્વાદ જેવી કેરીની સાથે સાથે ના બ્લુબેરી તરબૂચ દાડમ પપૈયા કેળા સફરજન એવા કોડા અનાનસ ગ્રેફ્રુટ જેવા ફળો મોઢાના સ્વાદ લિજ્જત સાથે સાથે આરોગ્ય માટે પણ આશીર્વાદરૂપ બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.