Abtak Media Google News

વધુ 50 લોકોને બચાવવાની કામગીરી ચાલુ

દરિયામાં રપ માઇલ દુર ઓઇલ ડ્રિલીંગ શીપના ફસાઇ ગયેલા કર્મીઓને માટે બચાવ અભિયાન

બિપરજોય વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હોવાથી દેવભૂમિ દ્વારકાથી રપ માઇલ દુર ઓઇલ ડિલીંગ શીપના ફસાઇ ગયેલા કર્મચારીઓને ભારતીય કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર મારફતે એરલિફટ કરીને બચાવ અભિયાન હાથ ધર્યુ હતું. કુલ 11 જેટલા કર્મચારીઓને કી સિગાપોર નામના જહાજ ઉપર હતા. તેમને હેલિકોપ્ટર મારફતે ઓખામાં સલામત સ્થળે લવાયા હતા. વાવાઝોડાના તોળાતા  ખતરા વચ્ચે મધ દરિયે કુલ 40 જેટલા કર્મચારી સ્ટાફ જહાજ ઉપર છે.

તે તમામને તબકકાવાર એરલિફટ કરાશે તેમ નોર્થ  વેસ્ટ કોસ્ટ ગાર્ડ દ્વારા જણાવાયું હતું.ખરાબ હવામાન અને વિપરીત વાતાવરણ વચ્ચે આ સાહસિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર એમકે થ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના તમામ યુનિટને વાવાઝોડા સંદર્ભે મદદ અને બચાવ કાર્ય માટે હાઇ એલર્ટ મોડ પર રખાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.