Abtak Media Google News

પ્રાદેશિક કમિશનર ધીમંતકુમાર વ્યાસે ‘અબતક’ સાથેની વાતચીતમાં તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી

સૌરાષ્ટ્ર અને ગુજરાત પર મંડાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની આફત સામે રાજકોટની 31 નગરપાલિકા ઓમાં પણ કોઇપણ પ્રકારની જાનહાની કે નુકસાન વગર આ આફત પાર પાડવા માટે તંત્રએ ખાસ વ્યવસ્થા ગોઠવી છે. 31 નગરપાલિકાઓમાં કેવી કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? તંત્રએ કેવી કામગીરી કરી છે? તે અંગેનો અહેવાલ અહીં પ્રસ્તુત છે.

Advertisement

રાજકોટ ડિવિઝન હેઠળની તમામ 31 નગરપાલિકાઓમાં બિપોરજોય વાવાઝોડાંથી ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સધન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે,રાજકોટ ઝોનના રિજનલ કમિશનર ધીરેનકુમાર વ્યાસે અબતક સાથેની વાતચીતમાં વ્યવસ્થાની વિસ્તૃત માહિતી અને લેવાઇ રહેલા પગલાંઓની વિગતો આપી હતી.સૌરાષ્ટ્ર અને ગુજરાત પર ચાલતી બિપોર જોઇ વાવાઝોડાની અસર ના પગલે સૌરાષ્ટ્ર – ગુજરાતની તમામ 31 નગરપાલિકાઓમાં સધન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

તમામ શહેરોમાં 24 કલાક કાર્યરત કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારની નગરપાલિકાઓમાં સિક્કા, સલાયા, પોરબંદર, ઓખા, દ્વારકા, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, માળીયા અને મોરબી નગરપાલિકામાં સંભવિત આ વાવાઝોડાની વધુ અસરની શક્યતાના પગલે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પ્રથમ તબક્કે જ તંત્ર દ્વારા વાવાઝોડા અને ભારે પવનથી ઝાડ પડી જાય અને રસ્તા બ્લોક થઇ જાય તેવી સ્થિતિમાં દરેક શહેરમાં ટ્રી કટીંગ મશીન અને જરૂરી સુવિધાઓ સાથે ટીમને સાધ્ય કરવામાં આવી છે અને ઝાડ પડવાની સ્થિતિમાં તાત્કાલિક ઝાડને દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવવાની વ્યવસ્થાને અગ્રિમતા અપાય છે. નગરપાલિકા વિસ્તારમાં લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ વાવાઝોડામાં તૂટી ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે તેને ઉતારી લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવવાની શક્યતા છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ઓખામાં 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં 800ને સરકારી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. સલાયા, માંડવી, મુન્દ્રામાં પણ સ્થળાંતર ચાલુ છે. આશ્રય સ્થળોમાં તમામ પ્રકારની વ્યવસ્થા ફૂડ પેકેટ, પાણી, દવા, સારવારની વ્યવસ્થા, સગર્ભા મહિલાઓ માટે દવા સહિતની વ્યવસ્થા ગોઠવી લેવામાં આવી છે. ઉપરાંત નાના બાળકો માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે.

ધીમંતકુમાર વ્યાસે જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્રએ પણ બધી વ્યવસ્થા કરી લીધી છે. સ્થાનિક મામલતદાર, જિલ્લા કલેકટર તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે નગરપાલિકાનું તંત્ર સંકલનમાં છે. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે. એકવાર વાવાઝોડું પસાર થઈ જાય પછી સંભવિત રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તેના નિકાલ માટેની પણ બધી સાધન સામગ્રી સાથેની વ્યવસ્થા કરવી લેવામાં આવી છે.

પીવાના પાણી અને પાણી નિકાલ માટેના પંપ ચલાવવા માટે લાઈટ ન હોય ત્યારે બધી જગ્યાએ જનરેટર સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક નગરપાલિકામાં જેસીબી, ટ્રેકટર, ટ્રોલી સહિતની સાધન વ્યવસ્થા સાબદે રાખવામાં આવી છે. લોકોને સંભવિત રીતે બિનજરૂરી રીતે ધરમાંથી બહાર ન નીકળવા રીજીયોનલ કમિશ્નરે અપીલ કરવામાં આવી છે.

દરેક નગરપાલિકામાં ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ટીમો બનાવાઈ

રીજીયોનલ કમિશ્નર ધીમંતકુમાર વ્યાસે જણાવ્યું હતું કે, લોકોને સલામતી સ્થળે લઈ જવા માટે બસ, ટ્રક સહિતના વાહનો પણ સાબદે રાખવામાં આવ્યા છે. એકંદરે કહી શકાય કે વાવાઝોડામાં એક પણ જાનહાની ન થાય, મોટું નુકસાન ન થાય તે માટે સંભવિત તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

નીચાણવાળા-જોખમી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા

નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવવાની શક્યતા છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ઓખામાં 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં 800ને સરકારી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. સલાયા, માંડવી, મુન્દ્રામાં પણ સ્થળાંતર ચાલુ છે. આશ્રય સ્થળોમાં તમામ પ્રકારની વ્યવસ્થા ફૂડ પેકેટ, પાણી, દવા, સારવારની વ્યવસ્થા, સગર્ભા મહિલાઓ માટે દવા સહિતની વ્યવસ્થા ગોઠવી લેવામાં આવી છે. ઉપરાંત નાના બાળકો માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે.

વાવાઝોડા સામે સાવચેત રહેવા રીજીયોનલ કમિશ્નરની અપીલ

14 અને 15મી તારીખે સંભવિત લેન્ડ ફોલની શક્યતા છે ત્યારે દરેક નગરપાલિકાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, બિનજરૂરી રીતે બહાર ન નીકળવું, ઘરના ઈલેક્ટ્રીક ઉપકરણો બંધ રાખવા, ડીશ ટીવી- એન્ટેનાવાળા ટીવીને બંધ રાખવા. જેના કારણે વાતાવરણમાંથી વીજળી સંભવિત રીતે ઘરમાં ન આવી શકે. જીવન-જરૂરી ચીજ વસ્તુ, અનાજ પુરવઠો જાળવવા અપીલ કરવામાં આવી છે. વીજ સમસ્યા ઉદભવે તો મીણબત્તી, બાકસ અને ફાનસ સહિતની સુવિધા રાખવા અપીલ કરવામાં આવી છે. દર્દીઓને નિયમિત લેવાની દવાનો સ્ટોક ઘરમાં રાખવો, વાવાઝોડા દરમ્યાન બહારનો નીકળવું પડે તેવી વ્યવસ્થા દરેકે કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.