Abtak Media Google News

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલ.સી.બી.એ દરોડો પાડ્યો: વાહન અને શરાબ મળી રૂ.૪૩.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે

લાલપુર પાસે ખેંગારપર ગામ નજીક સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલ.સી.બી.ના સ્ટાફે દરોડો પાડી આઇસરમાંથી રૂ.૩૩.૫૫ લાખની કિંમતની ૮૩૮૮ વિદેશી દારૂની બોટલ સાથે એકને ઝડપી પાડ્યો હતો. એલ.સી.બી.એ વાહન અને શરાબ મળી કુલ રૂ.૪૩.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રિસીવરનું પણ નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાલપુર પંથકમાંથી જામનગર તરફ એક આઇસરમાં દારૂનો જંગી જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની એલસીબીને ચોક્ક્સ બાતમી મળી હતી. જેને લઈને સમગ્ર સ્ટાફે ગઈ રાત્રે તાલુકાના ખેંગારપર ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા જી.જે.૦૮ એયુ ૩૩૨૮ નંબરના ટેમ્પાને પોલીસે આંતરી લેવામાં આવ્યો હતો.

જેમાં જામનગરના યુસુફભાઇ ગનીભાઇ આંબલીયા પીંજારાના કબ્જાના વાહનમાથી અલગ અલગ બ્રાન્ડનો રૂ.૩૩,૫૫,૨૦૦ની કિંમતની ઇંગ્લીશ દારૂની ૮૩૮૮ બોટલ મળી આવી હતી. પોલીસે શરાબ અને ટાટા વાહન તથા મોબાઇલ ફોન તથા ટાટા વાહન સાથે કુલ રૂ. ૪૩,૬૦,૭૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દારૂના જંગી જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે એલસીબીએ વાહનને આંતરતા જ ચાલક નાસી ગયો હતો.

આરોપીએ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે ઇંગ્લીશ દારૂનો જથ્થો જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા આરોપી વસીમ યુસુફભાઇ બ્લોચે મંગાવ્યો છે. જે હાજર નહિ મળતાં પોલીસે તેને ફરાર દર્શાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.