Abtak Media Google News

બપોરે સુધીમાં પશ્ર્ચિમ બંગાળમાં સૌથી વધુ ૫૨.૩૭ ટકા મતદાન: આસામ, છત્તીસગઢ, ત્રિપુરા અને ગોવામાં પણ ધીંગુ મતદાન

લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબકકાનાં મતદાનમાં આજે ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે સવારથી એકંદરે શાંતીપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ૧૩ રાજયોમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૪૦ ટકા જેટલું મતદાન થયું હોવાનું નોંધાયું છે તો જમ્મુ-કાશ્મીરમાં માત્ર ૧૦ ટકા જ મતો પડયા છે. સૌથી વધુ મતદાન પશ્ર્ચિમ બંગાળમાં ૫૨.૩૭ ટકા થયું છે. જે નોંધનીય અને ખુબ જ સુચક હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. ત્રીજા તબકકામાં મતદાનની ટકાવારી આશરે ૭૦ ટકા આસપાસ રહે તેવું હાલ મતદાન પેટન પરથી જણાઈ રહ્યું છે. આજે સવારે ૭:૦૦ વાગ્યાથી ૧૧૫ બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં ચુંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ કેરલ રાજયમાં ૩૯.૪૯ ટકા મતદાન, મહારાષ્ટ્ર રાજયમાં ૩૦.૯૯ ટકા મતદાન, ઓરીસ્સામાં ૩૨.૮૨ ટકા મતદાન, ત્રિપુરામાં ૪૩.૫૯ ટકા મતદાન, ઉતર પ્રદેશમાં ૨૯.૭૬ ટકા મતદાન, પશ્ર્ચિમ બંગાળમાં ૫૨.૩૭ ટકા મતદાન, છતીસગઢમાં ૪૨.૯૭ ટકા મતદાન, દાદરા અને નગર હવેલીમાં ૩૭.૨૦ ટકા મતદાન, દમણ અને દીવમાં ૪૨.૯૯ ટકા મતદાન, આસામમાં ૪૬.૬૧ ટકા મતદાન, બિહારમાં ૩૭.૦૫ ટકા મતદાન, ગોવામાં ૪૫.૬૬ ટકા મતદાન, ગુજરાતમાં ૩૯.૩૬ ટકા મતદાન, જમ્મુ-કાશ્મીરમાં માત્ર ૯.૬૩ ટકા મતદાન અને કર્ણાટક રાજયમાં ૩૬.૭૪ ટકા મતદાન થયું હોવાનું નોંધાયું છે. મતદાન પૂર્ણ થવાના આડે હજી પાંચ કલાકનો સમય બાકી હોય તમામ રાજયોમાં મતદાનની ટકાવારી સરેરાશ ૭૦ ટકા આસપાસ રહે તેવું હાલ વર્તાઈ રહ્યું છે.

અમારે’ય મત આપવાનો સે… હો20190423121505 Img 4804

લોકસભાની ચુંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા કમર કસવામાં આવી હતી. જીલ્લા ચુંટણી તંત્રની આ મહેનત રંગ લાવી હોય તેની પ્રતિતિ આ તસ્વીરમાં થઇ રહી છે. દેખાવે અશિક્ષિત અને ગ્રામ્ય વિસ્તારની દેખાતી આ મહિલાઓ આજે પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરવા માટે મતદાન મથકે પહોંચી હતી.

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટીએ આપ્યો મતImg 20190423 Wa0025

લોકસભાની ચુંટણીમાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીએ રાજકોટ ખાતે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વને ઉજવ્યો હતો.

કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ કર્યુ મતદાન

Img 20190423 Wa0037

રાજકોટ સહિત ગુજરાતભરમાં સવારથી જ મતદારોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યુ છે. ત્યારે આજે બપોરે ર વાગ્યે હાલમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા રાજકોટ આવી પહોંચ્યા હતા. અને મતદાન કર્યુ હતું. સાથે લોકશાહીના પર્વની ઉઝવણી કરી હતી.

કે.કે.કોટેચા સ્કૂલમાં ઈવીએમ ૩૦ મીનીટ બંધ

બાજુના બુથ પરથી ઈવીએમ મશીન મંગાવવું પડયું: મતદાનનો સમય એક કલાક વધારવા માંગ

શહેરના વોર્ડ નં.૧૩માં આવેલી કે.કે.કોટેચા હાઈસ્કૂલમાં આજે બપોરે ઈવીએમ મશીનમાં ખોટકો સર્જાતા ૨૫ મીનીટ સુધી મતદાન બંધ રહ્યું હતું. બીજુ ઈવીએમ મંગાવ્યા બાદ મતદાન શરૂ થઈ શકયું હતું. આ વિસ્તારમાં ખોડીયારપરાના મુસ્લીમ મતદારો વધુ હોય મતદાનનો સમય એક કલાક માટે વધારવા વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે પ્રિસાઈડીંગ ઓફિસર સમક્ષ માંગણી કરી છે.

અધિક કલેકટર પરિમલ પંડયાએ કર્યુ મતદાન

Img 20190423 Wa009A3

આજે લોકશાહીના મહાપર્વમાં રાજકોટ જીલ્લાનાં અધિક કલેકટર પરિમલ પંડયાએ તેઓના પરિવાર સાથે મતદાન કર્યુ હતું. સવારના સમયે તેઓએ નેસ્ટ સ્કુલ ખાતે આવેલા મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજકોટ જિલ્લામાં ૧૨ બીયુ, ૨૫ સીયુ અને ૨૨ વીવીપેટ ખોટવાયા

 

મતદાન પૂર્વે યોજાયેલા મોકપોલ દરમિયાન ઈવીએમ અને વીવીપેટમાં ખામી સર્જાતા તેને તાબડતોબ બદલાવાયા

રાજકોટ જિલ્લામાં મતદાન પૂર્વે સવારે ૬:૦૦ વાગ્યાથી મોકપોલ શરૂ કરવામાં આવ્યું હતું. આ મોકપોલ દરમિયાન જિલ્લામાં ૧૨ બીયુ, ૨૫ સીયુ અને ૨૨ જેટલા વીવીપેટ ખોટવાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે ચુંટણી સ્ટાફે એઆરઓનાં સીધા માર્ગદર્શન હેઠળ ખામી સર્જાયેલા ઈવીએમ અને વીવીપેટને તાબડતોબ બદલાવી પણ નાખ્યા હતા.

રાજકોટ જિલ્લામાં આજે સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આ પૂર્વે સવારે ૬:૦૦ વાગ્યે તમામ મતદાન મથકો ઉપર મોકપોલ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં ટેસ્ટીંગ માટે ૫૦ વોટ નાખવામાં આવ્યા હતા. આ મોકપોલ દરમિયાન જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોમાં અનેક ઈવીએમ અને વીવીપેટમાં ખામી સર્જાઈ હોવાનું સામે આવતાં ચુંટણી સ્ટાફમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી.

રાજકોટ જિલ્લામાં સવારે ૬ વાગ્યે શરૂ થયેલા મોકપોલ દરમિયાન ૧૨ બેલેટ યુનિટ, ૨૫ કંટ્રોલ યુનિટ અને ૨૨ વીવીપેટમાં ખામી સર્જાઈ હતી. જોકે મોકપોલ દરમિયાન ખામી સર્જાઈ હોવાનું સામે આવતા ચુંટણી સ્ટાફે તુરંત જે-તે વિધાનસભા બેઠકનાં આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસરનો સંપર્ક સાધીને તેમનું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ ચુંટણી સ્ટાફે ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટને તાબડતોબ બદલાવી પણ નાખ્યા હતા. બાદમાં સવારે ૭:૦૦ વાગ્યાથી વિધિવત રીતે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

મનહરભાઈ મજીઠીયાએ ત્રણ પેઢી સાથે કર્યું મતદાન

Img 20190423 Wa0081

રાજકોટનાં અગ્રણી નાગરિક અને વિવિધ સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા મનહરભાઈ મજીઠીયાએ આજે સવારે લક્ષ્મીવાડી માં આવેલ બાલકિશોર વિદ્યાલય મતદાન મથક ખાતે સહપરિવાર મતદાન કરેલ હતુ. તે પ્રસંગની તસ્વીર. આ મતદાનની વિશેષતા એ હતી કે મનહરભાઈ મજીઠીયાની ત્રણ પેઢીએ એકસાથે મતદાન કરેલ હતુ.

હા,હું મતદાર છું4 15

હા, હું મતદાર છું.

વ્યવસ્થા કે રાજકારણીઓ નહીં પણ,

મારાં યોગક્ષેમ નો હું કર્ણધાર છું.

હા, હું મતદાર છું.

ઓછાં ખરાબ ને હું ચૂંટવાનો,

મારાં ભવિષ્ય માટે હું સૂત્રધાર છું.

હા, હું મતદાર છું.

સરહદ પર નહીં તો બૂથ સુધી જઈશ,

લોકશાહી નો હું સીપેહસલાર છું.

હા, હું મતદાર છું.

જ્ઞાતિ, ધર્મ ને પક્ષ થી ઉપર ઉઠીશ,

માતૃભુમિને જ હું વફાદાર છું.

હા, હું મતદાર છું.

પાંચ વર્ષે એક દિવસ નો હું છું રાજા,

આગામી ૫ વર્ષ માટે હું જવાબદાર છું.

હા, હું મતદાર છું.

મતદાન એ ધર્મ ને હકક છે મારો,

મત આપી મા નું ઋણ ઉતારનાર છું.

હા, હું મતદાર છું.

– મતદાર મિત્તલ ખેતાણી

ઉપલેટામાં નેતાઓએ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી

Photogrid 1555991807754 1

૧૦ ઈવીએમ ખોટવાયા: તાત્કાલિક ઈવીએમ બદલાવવાની ફરજ પડી

આજે સમગ્ર દેશમાં લોકશાહીના પર્વની દેશવાસીઓએ મતદાન કરી ઉજવણી કરી રહ્યા છે ત્યારે ઉપલેટામાં પણ નેતાઓ અને લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આ લોકશાહી મહાપર્વની ઉજવણીમાં જોડાયા છે ત્યારે તસવીરમાં શહેરના પ્રથમ નાગરીક રાણીબેન ચંદ્રવાડિયાએ વોર્ડ નં.૭માં ભાગ નં.૧૧૦માંથી મતદાન કરી રહ્યા છે. બીજી તસવીરમાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા વોર્ડ નં.૫માં વલ્લભ વિદપાલ સ્કુલે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. જયારે તાલુકા પંચાયતનાં પ્રમુખ લાખાભાઈ ડાંગર દંપતિએ સેવેત્રા ગામે આવેલ સરકારી શાળામાં બુથ નં.૨ ઉપર મતદાન કરેલ હતું. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઈ સોજીત્રાએ ઘોડાસરા સ્કુલ ખાતે બુથ નં.૧૦૩માં મતદાન કર્યું હતું. જયારે વોર્ડ નં.૭માં બુથ નંબર ૧૧૦ ઉપરનું ઈવીએમ ખરાબ થતા તાત્કાલિક મામલતદાર સોલંકી અને નાયબ મામલતદાર બોરખતરિયા ઘસી ગયા હતા અને ઈવીએમ બદલવાની ફરજ પડી હતી. જયારે લાઠ ગામના યુવા સરપંચ મહાવીરસિંહ ચુડાસમાએ પણ સરકારી શાળા ખાતે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોઝ આપતા નજરે પડે છે.

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ કર્યુ વોટીંગImg 20190423 124926

લોકસભાની ચુંટણીમાં આજે સામાન્ય વ્યકિતથી લઇને દેશના વડાપ્રધાન સુધીનાં સૌ મતદારો મતદાન કરી રહ્યા છે. આજે રાજકોટ જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ હિતેશભાઇ વોરાએ પણ મતદાન કરીને પોતે રાષ્ટ્રીય ફરજ અદા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠકનાં કોંગ્રેસના ઉમેદવારની રેસમાં હિતેશભાઇ વોરા પણ હતા.

લીંબડીના રાસકા ગામે હોમગાર્ડ  જવાન પર મતદાન પેટી પડતા ઘાયલ

Img 20190423 Wa0129

તાત્કાલીક હોમગાર્ડ જવાનને લીંબડી હોસ્પિટલ ખસેડાયા

લીંમડી તાલુકાના રાસકા ગામે મતદાન મથકમાં પ્રાથમિક શાળામાં મતદાન ચાલુ જ હતુ. ત્યારે અચાનક વાહન પાછુ પડતા તેમાં રહેલ પેટીઓ ધડાધડ નીચે અચાનક જ પડતા હોમગાર્ડના જવાનો ઘાયલ થવાની ઘટના (મેમડ) તાલુકાના રાસકા ગામે બનવા પામેલ છે. ત્યારે ઈજાગ્રસ્ત હોમગાર્ડના જવાનોને તાત્કાલીક અસરે ૧૦૮ના માધ્યમથકી લીમડી ખાતે સારવાર માટે ખસેડવાની ફરજ પડેલ હતા. ત્યારે રાસકા ગામની પ્રાથમિક શાળામાં રાખેલ વાહન અને વાહનમાં રાખવામાંવેલ પેટીઓ હતી ત્યારે અચાનક જ વાહન પાછુ પડતા વાહનમાં ભારે રહેલ પેટીઓનો જથ્થો ઘસી પડયો હતો ત્યારે પાસે જ ઉભેલા અને ફરજમાંજ રોકાયેલા ફરજ બજાવતા હોમગાર્ડના બેથી ત્રણ જવાનોના પગ ઉપર પેટીઓ પડતા ઘાયલ થયા છે. ત્યારે જેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. ૧૦૮ના માધ્યમથકી સારવાર માટે લીમડી દવાખાને ખસેડાયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

ભજનીક હેંમત ચૌહાણની આંગળીએ કાળી શાહીનું ટપકું

Img 20190423 Wa0030

જાણીતા ભજનીક હેંમતભાઇ ચૌહાણે આજે મતદાન કરી પોતાની નૈતિક ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ તેઓએ અન્ય લોકોને પણ અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.

જીવન બેંકના એમડી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું મતદાન

 Img 20190423 Wa0024

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.