Abtak Media Google News

સખી મતદાન મથકનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે: ૪૦ મથકોના નામ જાહેર

લોકસભાની ચુંટણીપંચે એવો નિર્ણય કર્યો છે કે, પ્રત્યેક સંસદિય બેઠકમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા બેઠકમાં ૫ મતદાન મથકો એવા રાખવા કે જેનું સંચાલન માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવતું હોય. રાજકોટ સંસદિય મત વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકનાં પાંચ-પાંચ સખી મતદાન મથકના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે તેમ કલેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.

Advertisement

૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકમાં મતદાન મથક નં.૧૪૮ સરદાર પટેલ વિદ્યાલય સંતકબીર રોડ, મતદાન મથક નં.૨૪૦ હરીઓમ હાઈસ્કુલ, ૮૦ ફુટ રોડ, મતદાન મંથક નં.૯૮ આરએમસી સ્કુલ નંબર ૭૨, આર્યનગર મેઈન રોડ, મતદાન મથક નં.૭૬ આરએમસી સ્કુલ નંબર ૧૫, રણછોડનગર સોસાયટી અને મતદાન મથક નં.૨૨૫ આરએમસી સ્કુલ નંબર ૯૬-બી, ગોવિંદનગર જયારે ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકમાં મતદાન મથક નં.૧૧૧ મહિલા આઈટીઆઈ યુનિવર્સિટી રોડ, મથક નં.૧૫૭ ઈનોવેટીવ સ્કુલ, મિલાપનગર શેરી નં.૫, યુનિવર્સિટી રોડ, મથક નં.૨૪૦ નિર્મલા કોન્વેન્ટ સ્કુલ, નિર્મલા રોડ, મથક નં.૨૫૨ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ, કાલાવડ રોડ, મથક નં.૨૯૭ એમ.જે.કુંડલીયા મહિલા કોમર્સ કોલેજ, કસ્તુરબા રોડ, ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં મતદાન મથક નં.૫૩ આરએમસી વોર્ડ નં.૮ ઓફિસ, મથક નં.૧૦૩ વોર્ડ નં.૧૪ ઓફિસ, મથક નં.૧૩૫ વોર્ડ નં.૧૪ ઓફિસ, મથક નં.૧૪૯ વોર્ડ નં.૧૩ ઓફિસ, મથક નં.૧૭૧ વોર્ડ નં.૧૩ ઓફિસ, ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં મતદાન મથક નં.૧૬ નાનામવા-૩, મથક નં.૧૩૬ કોઠારીયા-૧૩, મથક નં.૧૪૩ કોઠારીયા-૨૦, મથક નં.૫૩ મવડી-૨૫ અને મથક નં.૮૭ મવડી-૫૯માં સખી મતદાન મથક ઉભા કરવામાં આવશે.

જયારે ૭૨-જસદણ વિધાનસભા બેઠકમાં મતદાન મથક નં.૧૧૯ ડી.એસ.વી.કે. હાઈસ્કુલ, મથક નં.૧૩૩ ડી.એસ.વી.કે.હાઈસ્કુલ ઉતર બાજુનું બિલ્ડીંગ, મથક નં.૧૪૧ સરદાર પટેલ નગર પ્રાથમિક સ્કુલ, મથક નં.૬૧ જીનપરા પ્રાથમિક સ્કુલ, વિંછીયા, મથક નં.૬૧-એ જીનપરા પ્રાથમિક સ્કુલ રૂમ નં.૨, વિંછીયા, ૭૩-ગોંડલ વિધાનસભા બેઠકમાં મતદાન મથક નં.૬૮ કલાપી પ્રાથમિક સ્કુલ, ગોંડલ, મથક નં.૭૩ પ્રાથમિક સ્કુલ નં.૧૫ ગોંડલ, મથક નં.૮૦ સરસ્વતી શીશુ મંદિર ગોંડલ, મથક નં.૮૨ કે.બી.બૈરા કન્યા વિદ્યાલય, ગોંડલ અને મથક નં.૧૨૨ માધવ વિદ્યાલય રૂ.મ નં.૨ ગોંડલ, જયારે ૭૪-જેતપુર વિધાનસભા બેઠકમાં મતદાન મથક નં.૪૧ રંગપર, મથક નં.૪૬ ઉજાલા, મથક નં.૧૦૯ મંડલીકપુર-૧, મથક નં.૨૦૫ છાબડીયા સ્કુલ, જેતપુર, મથક નં.૨૧૫ ગોસમીયા સ્કુલ, જેતપુર અને ૭૫-ધોરાજી વિધાનસભા બેઠક માટે મતદાન મથક નં.૧૬૮ ધોરાજી-૪, મથક નં.૧૮૧ ધોરાજી-૧૭, મથક નં.૮૬ ઉપલેટા-૮, મથક નં.૧૧૦ ઉપલેટા-૩૨, મથક નં.૧૧૭ ઉપલેટા-૪૦ ખાતે સખી મતદાન મથક ઉભા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.