જસદણ,થાન અને બોટાદના વધુ 9 શખ્સોની 18 પિસ્તોલ સાથે ધરપકડ

  • સૌરાષ્ટ્રમાં શસ્ત્રના સોદાગરો ને ઝડપી લેવાનો ATS નો સિલસિલો જારી
  • મધ્યપ્રદેશથી શસ્તી કિંમતે પિસ્તોલ લાવી સૌરાષ્ટ્રભરમાં ગેરકાયદેસરની વેચાણનો એટીએસે કર્યો પર્દાફાસ
ગુજરાત એટીએસ દ્વારા સૌરાષ્ટ્રમાં શસ્ત્રના સોદાગરો ને ઝડપી લેવાનો સિલસિલો જારી છે ત્યારે એટીએસએ થોડા દિવસ પૂર્વે જ 28 શખ્સોને 60 હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. પરંતુ અન્ય ઈસમો પાસે પણ હથિયાર હોવાની એટીએસને જાણકારી હતી. ત્યારે એટીએસએ વધુ 9 ઇસમોને 18 હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આ હથિયાર શા માટે રાખ્યા હતા તથા અત્યાર સુધી તેનો કોઈ ગુનામાં ઉપયોગ કર્યો છે કે નહીં, તે બાબતે એટીએસએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા શખ્સો મધ્યપ્રદેશથી શસ્તી કિંમતે પિસ્તોલ લાવી સૌરાષ્ટ્રભરમાં ગેરકાયદેસરથી વેચાણ કરતા હતા.
મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ અગાઉ જેલમાં રહી પેરોલ જમ્પ કરેલા આરોપીઓને 4 હથિયાર સાથે ઝડપ્યા હતા. જેમાં આરોપીઓએ ગેરકાયદે હથિયાર લાવીને સૌરાષ્ટ્રમાં વેચ્યા હોવાની કબૂલાત આપતાં એટીએસએ અલગ-અલગ જગ્યા પર એક સાથે ઓપરેશન હાથ ધરીને 28 લોકોને 60 ગેરકાયદે હથિયાર સાથે પકડ્યા હતા. આ ઉપરાંત અન્ય લોકોને પણ હથિયાર વેચ્યા હોવાની માહિતી હતી. જેના આધારે એટીએસએ અલગ-અલગ ટીમ બનાવીને ગઈકાલે 9 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેમની પાસેથી 18 હથિયાર કબ્જે કર્યા હતા.
જેમાં એટીએસએ સિધ્ધરાજભાઇ કનુભાઇ ચાવડા ઉ. વ.19, રહે.જસદણ, મહેન્દ્રભાઇ ગભરૂભાઇ ખાચર, ઉ.વ.22, રહે.થાન,કિશોરભાઇ નકુભાઇ ધાંધલ, ઉ.વ.30, રહે.બોટાદ,મહાવીરભાઇ ધીરુભાઇ ધાંધલ, ઉ.વ.28, રહે.બોટાદ ,જયરાજભાઇ બાબભાઇ ખાચર, ઉ.વ.25, રહે.બોટાદ,મહેન્દ્ર મંગળુભાઇ ખાચર, ઉ.વ.24, રહે. ગામઃબરવાળા ,રાજુભાઇ ઝીલુભાઇ જળું, ઉ.વ.32, રહે.સાયલા.સુરેન્દ્રનગર ,રાજવીર ઝીલુભાઇ, ઉ.વ.22, રહે. થાનગઢ અને વિપુલ રમેશભાઇ ગાડલીયા, ઉ.વ.20, રહે. સાયલા,સુરેન્દ્રનગર નાઓની ધરપકડ વધુ પૂછતાછ હાથધરી છે.
ATS ટીમે કુલ 78 હથિયાર, 18 કારતૂસ જપ્ત કરતી 
પ્રથમ 4 હથિયાર પકડ્યાં હતાં. બાદ 2 આરોપીઓની પૂછપરછમાં એક પછી એક એમ કુલ 37 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 78 ગેરકાયદે હથિયાર તથા 18 કારતૂસ કબજે કર્યાં હતાં.