Abtak Media Google News

શ્રીકાંત નાયર, રીના ગજજર, પ્રીતી ભટ્ટ, સંજય ટાંક કલાકારોએ નવા જુના ગીતો રજુ કર્યા

900-Female-Sisters-Enjoying-A-Musical-Event-Of-City-Woman'S-Club
900-female-sisters-enjoying-a-musical-event-of-city-woman’s-club

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ વુમન્સ કલમ દ્વારા સુરીલા સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ વુમન્સ કલબના બધા જ સભ્ય ૯૦૦ જેટલો સ્ત્રીઓ હાજર રહ્યા હતા. અને જેમાં સંગીતકાર શ્રીકાંત નાયર, રીના ગજજર, પ્રિતી ભટ્ટ, સંજય ટાંક જેવા અનેક સંગીત કલાકારોએ નવા જુના ગીત પર પરફોમન્સ દ્વારા બધી જ લેડીઝના ખુબ જ આનંદની લાગણી વ્યકત કરી હતી. વુમન્સ કલબ આવા અવાર નવાર પ્રોગ્રામ કરે છે. અને બહેનોમાં એક વિકાસ થાય અને બહેનોમાં એક આત્મવિશ્વાસ કેળવાય તેવી ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન મહિનામાં ર વાર કરવામાં આવે છે. જેમાં સંગીત કાર્યક્રમ, એકઝીબીસન, નાટક જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને સ્ત્રીઓને પોતાના આત્મવિશ્વાસ કેળવાય તે માટે આવા કાર્યક્રમ કરવામાં આવે છે.

કલબના કાર્યકમને બધા હોંશે હોંશે માણે છે: રીના ગજજર

અબતક સાથેની વાતચીતમાં ગાયક કલાકાર રીના ગજજરએ જણાવ્યું કે રાજકોટ વુમન્સ સીટી કલબના પ્રમુખ પ્રફુલાબેન એ આ મોકો આપ્યો છે. અને તેમના દ્વારા સ્ત્રીમાં રહેલી શકિતઓથી પોતે માહિતગાર થાય છે. અને બધા જ કાર્યક્રમને સ્ત્રીઓ માણે છે. અને આ કાર્યક્રમમા ડયુએટ છે. અછા જી મે કારી ચલો માનજાઓ ના, કહે દુ તુમ્હે, મેધારે મેધા, જેવા ઘણા બધા ગીત ગાયા છે. કલબના કાર્યક્રમને બધા હોંશે  હોંશે માણે છે.

આ એક માત્ર કલબ જે બહેનો સંચલીત છે: પ્રિતી ભટ્ટ

અબતક સાથેની વાતચીતમાં પ્રીતી ગાયક કલાકાર ભટ્ટએ જણાવ્યું કે પ્રફુલાબેન મહેતા એ અમારા સ્ત્રીઓ માટે એક એવું નામ છે કે જેના નામથી જ અમને પ્રેરણા મળે છે. અને વુમન્સ કલબની અંદર એટલી મોટી સંખ્યામાં બહેનો હોય અને એ પણ બહેનો સંચાલીત હોય તે  આ માત્ર એક જ કલબ છે. અને બહોળી સંખ્યામાં બહેનો જોડાય છે. અમે બહેનોની નારી શકિતને જો કોઇ બીરદાવતું હોય અને રાજકોટ સીટી વુમન્સ કલબ ની કમીટી છે. અને ૨૦૧૮માં આ કલબ ની સ્થાપના થઇ છે પણ દર બે મહિને સ્ત્રીઓ માટે નવી નવી  સ્પર્ધાઓ અને ઘણા બધા સેનીનાર અને એક સંગીતના માઘ્યમથી બધા જ બહેનો માટે રુબરુ થવાનો એક મોકો મળ્યો છે. સંગીતએ એવું માઘ્યમ છે કે જે બધા લોકોને જોડે છે. અને આ મોકો અમને સીટી વુમન્ડ કલબના પ્રફુલાબેન એ આપ્યું તેમનો અમે આભારી છીએ.

કલબનો મુખ્ય ઉદ્દેશ્ય જ બહેનો કઇ રીતે આગળ વધે: પ્રફુલ્લાબેન મહેતા

900-Female-Sisters-Enjoying-A-Musical-Event-Of-City-Woman'S-Club
900-female-sisters-enjoying-a-musical-event-of-city-woman’s-club

અબતક સાથેની વાતચીતમાં પ્રફુલાબેન મહેતાએ જણાવ્યું કે રાજકોટ સીટી વુમન્સ કલબ સ્થાપના ૨૦૧૮માં કરવામાં આવી હતી. અને માત્ર લેડીસ સંચાલીત આ કાર્યક્રમ છે અને ગુજરાતમાં પણ આ એક જ સંસ્થા છે. પણ જે આ હેમુ ગઢવી હોલમાં સંસ્થા  ચલાવી એ અધરું છે અને રાજકોટમાં પ્રથમવાર આ કાર્યક્રમ કરીએ છીએ. કે બહેનોની પસંદ આવે તેવા જ કાર્યો અને આયોજન કરીએ છીએ. અને નાટક, સંગીત સંધ્યા, એકઝીબીશન ક્રમ સેલ એના પણ બહેનોને પગભર રહેવા માટે ના પ્રયાસો અમારા હંમેશા હોય છે.

હાલમાં આ કાર્યક્રમમાં ૯૦૦ બહેનો હાજર રહેલી છે. અને મારા હંમેશા એજ પ્રયાસો હોય છે કે બહેનો કઇ રીતે આગળ વધે અને બહેનોનો વિકાસ થાય

સિટી વુમન્સ કલબના કાર્યક્રમમાં મને ત્રીજી વાર મોકો મળ્યો: શ્રીકાંત નાયર

900-Female-Sisters-Enjoying-A-Musical-Event-Of-City-Woman'S-Club
900-female-sisters-enjoying-a-musical-event-of-city-woman’s-club

અબતક સાથેની વાતચીતમાં ગાયક કલાકાર શ્રીકાંત નાયરએ જણાવ્યું હતું કે તેઓ રાજકોટના જ વતની છે. અને હાલ તેઓ મુંબઇમાં રહે છે. રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા સુરીલા સફર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ શોમાં મને ૩ વાર મોકો મળ્યો છે. અને અમારા બધા કલાકારો સાથે અને બહેનોને ગમતા ગીતો સાથે એમના પાસે પહોચાડતા હોય છે. તો રાજકોટ સીટી વુમન્સ કલબના અમે બધા જ કલાકારો આભારી છીએ.

રાજકોટમાં એવી એક સંસ્થા છે કે તેમાં માત્ર બહેનો જોડાયેલા છે. અને બહેનો જે સંગીત પ્રેમી છે. તેમના માટે સંગીત પીરસવાનો મોકો અમને મળે છે. ત્યારે પ્રફુલાબેન અને રાજકોટના તમામ કલાકાર તરફથી હું આભાર માનું છું. આ કાર્યક્રમમાં બહેનોની પસંદ એ જુના ગીતની હોય છે. પણ કોશીશ અમે એવી કરીએ છીએ કે નવા ગીતો પણ આપીએ અને અમારી કોશીક જુના ગીતની જ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.