Abtak Media Google News

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શનિવારની સાંજે એક્ટિવા પર ઝળકેલી સમડીએ એક મહિલાના હાથમાંથી મોબાઈલ અને જરૃરી કાગળોવાળા પર્સની ચીલઝડપ કરી છે. પોલીસે તે મહિલાએ આપેલા વર્ણન પરથી પચ્ચીસેક વર્ષના બે શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના પટેલ કોલોની શેરી નં.૪/૧માં રહેતા જાનકીબેન અશ્વિનભાઈ પરમાર નામના બત્રીસ વર્ષના દરજી મહિલા શનિવારે સાંજે સાતેક વાગ્યે પટેલ કોલોનીની શેરી નં.પમાં આવેલા જિલ્લા પંચાયત કવાર્ટરના ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક પાછળથી ડબલ સવારી એક્ટિવા સ્કૂટર ધસી આવ્યું હતું.

આ વાહનમાં પાછળ બેસેલા શખ્સે ચાલીને જઈ રહેલા જાનકીબેનના હાથમાંથી પર્સને ઝૂંટવી લીધું હતું. જ્યારે વાહન ચલાવતા શખ્સે એક્ટિવા મારી મૂક્યું હતું. જાનકીબેને બૂમો પાડી હતી તે પહેલા આ શખ્સો નાસી ગયા હતા.

ત્યાર પછી સિટી-બી ડિવિઝનમાં જાનકીબેને ઉપરોકત બાબતની ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, અંદાજે પચ્ચીસેક વર્ષની વયના આ શખ્સો તેણીના હાથમાં રહેલું પર્સ જેમાં રૃા.૧૦ હજારની કિંમતનો મોબાઈલ, આધારકાર્ડ, એટીએમ વગેરે હતા તે ઝૂંટવી ગયા છે. પોલીસે આઈપીસી ૩૭૯, ૩૫૬ હેઠળ ગુન્હો નોંધ્યો છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.