Abtak Media Google News

સૌર ઉર્જા પ્લાન્ટ માટે ખેડુતોએ માત્ર પ ટકા જ રકમ ચુકવવી પડશે: દરરોજ ૧ર કલાક વીજળી સાથે ખેડુતો આવક પણ મેળવશે

સૌર ઉર્જા ઉત્૫ાદન થકી ખેડુતોનાં વીજ પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ લાવવા રૂ. ૮૭૦ કરોડનો પાયલોટ પ્રોજેકટ

સૌરાષ્ટ્રમાં અનિયમિત વરસાદ તેમજ વિવિધ ભૌગોલિક કારણોસર પાણીની અછત અનુભવાય છે. ખેડુતોને ચોમાસાના ખરીફ પાક સિવાય શિયાળુ પાક લેવા માટે કુવામાંથી સતત પંપ દ્વારા પાણી પહોચાડી સિંચાઇ કરવામાં આવે છે. જેના પરિણામે ખેડુતને હંમેશા વીજળી પર આધાર રાખવો પડે છે. રાજયમાં કૃષિ ક્ષેત્રે ૨૬ ટકા જેટલો વીજ વપરાશ રહેતો હોય છે. ત્યારે રાજયભરના ૧પ લાખ ખેડુતોને વીજ કનેકશન તેમજ સતત વીજળી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા જયોતિગ્રામ સહીત અનેક વીજ પ્રોજેકટ અમલી બનાવાયા છે.

Sky 1તાજેતરમાં ખેડુતોના વીજ પ્રશ્ર્ને રાજય સરકાર દ્વારા અન્ય એક મહત્વાંકાક્ષી યોજના સૂર્યશકિત કિશાન યોજના સ્કાય શરુ કરાઇ છે. ખેડુતો માત્ર પાકનું ઉત્૫ાદન નહી પરંતુ વીજ ઉત્પાદન કરી વીજ વપરાશ ઉપરાંતની વીજળીની બચતમાઁથી ખેડુત વધારાની આવક મેળવી શકશે. આ યોજનાના પાયલોટ પ્રોજેકટમાં રાજયના ૩૩ જીલ્લાઓમાંથી ૧૩૭ ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું અને ૧ર૪૦૦ ખેડુતોને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રોેજેકટનો અંદાજીત ખર્ચ ૮૭૦ કરોડ ‚ા હોવાનું તેમજ રાજકોટ જીલ્લામાં પ ફીડરો કાયરત થવાનુંજેતપુર ખાતે આયોજીત ખેડુતો સાથેના વાર્તાલાપમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ જણાવ્યું હતું.

આ અંગે વિશેષ માહીતી આપતાં રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે સૌર ઉર્જા પ્લાન્ટ માટે ખેડુતે માત્ર પ ટકા રકમ ભરવાની રહે છે. ૬૦ ટકા રકમ સબસીડી રુપે રાજય તેમજ કેન્દ્ર સરકાર આપશે. જયારે બાકીની રકમ ખેડુતી વત રાજય  સરકાર ઓછા વ્યાજની લોન મેળવી આપશે. જે રકમ દર વર્ષે વીજ બચતમાંથી થયેલ આવકમાંથી જમા કરાવવાની રહેશે. આમ ખેડુત સૌર ઉર્જા પ્લાન્ટમાંથી ૧ર કલાક વીજળી મેળવી આવકનો નવો સ્ત્રાત ઉભો કરી શકશે.

આ યોજનાનો લાભ લેવા ખેડુતોએ સ્કાય ફીડર પર નોંધણી કરાવવાની રહેશે. એક હોર્સ પાવર દીડ ૧.૨૫ કી.વો. ની સોલાર પેનલ  આપવામાં આવશે. ૧૦ એચ.પી.ની જરુરીયાત હોય તો ૧૨.૫ કે.વી. નો સૌભ ઉર્જા પ્લાન્ટ નાખવો પડે, પ્રતિ કી.વો. સોલાર ક્ષમતા મુજબ ૧૦ + ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે. પ્રથમ સાત વર્ષ માટે રાજય સરકાર રૂ. ૩.૫૦ યુનિટ લેખે વીજળી ખરીદશે તેમજ પ્રતિ ૧૦૦૦ યુનિટ રૂ. ૩.૫૦ સબસીડી રુપે રાજય સરકાર આપશે. આમ કુલ પ્રતિ યુનિટ ૭ ખેડુતોને મળે.કુલ રકમમાંથી ખેડુતોનો હપ્તો ભરપાઇ કરાયા બાદ બચત સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ખેડુતોએ કરેલ રોકાણ ૮ માસથી ૧૮ માસમાં પરત મેળવી શકે છે. ત્યારબાદ ખેડુતોને પ્રતિ વર્ષ વધારાની આવક થશે. સોલાર સિસ્ટમની માલીકી ખેડુતોની થશે. સોલાર પેનલનો વીમો રાજય સરકાર લેશે. સાત વર્ષ માટે મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે. સ્કાય ફીડર ધરાવતા ખેડુતોને ૧ર કલાક વીજળી આપવામાં આવશે.

એક ગણત્રી મુજબ ૧૦ હો.પા. માટે ૧૨.૫ કી.વો. નો સોલાર પ્લાન્ટ સ્થાપવાની કિંમત રૂ. ૬,૨૮,૬૮૮ થાય જેના પ ટકા રકમ રૂ. ૩૧,૪૩૪ ભરી ખેડુત પ્લાન્ટ નાખી શકે. જો સરેરાશ વીજ વપરાશ ૮૦૦ યુનિટ હોય તો કુલ રૂ. ૪૮૦૦ વીજ બીલમાં બચત, તેમજ પ્રતિ વર્ષ વિજ ઉત્પાદન બચત પેટે આશરે ૧૪૦૦૦ યુનિટ થાય જેની કિંમત ૪૯,૦૦૦ ‚ તેમજ ૪૩,૭૫૦ રૂ. ખેડુતને મળવા પાત્ર થાય છે. પ્રતિ વર્ષ ખેડુતોને કુલ રૂ. ૯૭,૫૫૦ રૂ.ની બચત થઇ શકે જેમાંથી હપ્તો બાદ કરતા રૂ.૨૫,૬૨૪ ની ચોકખી બચત મળવા પાત્ર છે. સ્કાય, પાયલોટ પ્રોજેકટ હેઠળ રાજકોટ જીલ્લામાં પ ફીડર કાર્યાન્વિત  થવા જળ રહ્યા છે. ત્યારે વધુને વધુ ખેડુતો નાના રોકાણમાં લાંબાગાળે વિશેષ લાભ લઇ શકે તેવો ખેડુતલક્ષી પ્રોજેકટ હોઇ આવનારો સમય ખેડુતોની વીજ સમસ્યાઓનો કાયમી ઉકેલ ચોકકસ લાવી આપશે. સાથો સાથ પર્યાવરણને પણ એટલો જ ફાયદો થશે.

ખેડુતોને યોજના અન્વયે મળવા પાત્ર ફાયદાઓ

ખેડુતોને યોજના અન્વયે મળવા પાત્ર ફાયદાઓ વિજ બીલમાં રાહત વધારાની વીજળી વેચવાથી આવક દરરોજ ૧ર કલાક વીજળી મળશે

લોન ભરપાઇ થયા બાદ સોલાર પેનલની માલીકી ખેડુતોની સોલાર પેનલનો વીમો રાજય સરકાર લેશે ૭ વર્ષ સુધી ગેરેંટી તેમજ કંપની દ્વારા મેન્ટેનન્સ પેનલ નીચે પાક લઇ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.