Abtak Media Google News

અકસ્માત કેસમાં ૫.૯૬ લાખનું વળતર, ૧૪૮૪૦ પૈકી ૯૮૨૦ કેસોનો સમાધાન રાહે નિકાલ: ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી, અને ન્યાયધીશો તથા બારના પ્રમુખ સહિતના હોદેદારોએ દિપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મૂકી હતી

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દિલ્હીના આદેશ મુજબ રાજય કાનુની સેવા સત્તા મંડળ ગુજરાત હાઇકોર્ટ અને રાજકોટ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા રાજકોટ શહેર અને તાલુકા મથકોએ ગત તા.રરને રવિવારના રોજ જીલ્લાના મુખ્ય ન્યાયધીશ કુ ગીતા ગોપીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મેગા લોક અદાલત યોજાઇ હતી.5 24લોક અદાલતને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ. ગીતા ગોપી એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એમ.એમ.બાબી, મુખ્ય સીનીયર સીવીલ જજ એ.વાય. દવે ચીફ જયુડીશ્નલ મેજીસ્ટ્રેટ પી.એન.દવે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના ઇન્ચાર્જ પુર્ણકાલીન સચિવ જી.ડી. પડીયા તથા રાજકોટ બાર એસો. ના પ્રમુખ અનીલભા દેસાઇ તથા એમ.એ.સી.પી. બારના પ્રમુખ કે.જે. ઠાકર નાઓના હસ્તે દીપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવેલી.

લોકઅદાલત વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ. લીટીગેશન સામે મળી ૧૪૮૪૦ કેસો હાથ પર લેવામાં આવેલ હતા. જેમાંથી મોટર અકસ્માત વળતરના ૩૫૯ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલો જેમાં જેમાં રૂ ૫.૯૬ કરોડ જેટલી રકમનું સમાધાન થયેલું  તેમજ ચેક રીટર્નના ૧૦૬૦ કેસોના સમાધાન રાહે નીકાલ થયેલ છે.

રાહે નિકાલ થયેલ. આ તમામ કેસો મળી ૪૬૯૬ પેન્ડીંગ કેસો તથા પ્રિલીટીગેશન કેસો મળી ૪૮૨૪ કેસોનો નિકાલ થયેલો છે. આમ યોજાયેલી લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલો છુ. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ. ગીતા ગોપી દ્વારા લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.