Abtak Media Google News

બાબરીયા કોલોની, ચામુંડાનગર, તિરૂપતિનગર અને રણછોડનગરમાં જુગારના દરોડા: રૂ.૬૫ હજારનો મુદામાલ કબ્જે

શહેરમાં શ્રવણ માસ પૂર્વે ઠેર ઠેર જુગાર રમવાનું શરૂ થઇ જતા પોલીસે બાબરીયા કોલોની, ચામુંડાનગર, તિરૂપતિનગર અને રણછોડનગરમાં જુગાર અંગે દરોડા પાડી જુગાર રમતી આઠ મહિલા સહિત ૨૪ શખ્સોને રૂ.૬૫ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા વચ્છરાજનગરમાં રહેતી ગીતાબેન બાબુભાઇ સગારકા નામની મહિલા પોતાના મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.ઝાલા અને પરેશભાઇ સાંગાણી સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા ગીતાબેન બાબુભાઇ સગારકા, વેલનાથપરાની ગીતાબેન ગીરીશભાઇ ગોહેલ, વચ્છરાજનગરની વિલાશબેન વિક્રમભાઇ ગીડા, વિક્રમ આપા ગીડા, ભાવેશ બાબુ સગારકા અને અમિત સાતરભાઇ ડોડીયા નામના શખ્સોને રૂ.૧૦,૫૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

જ્યારે ચામુંડાનગરમાં જાહેરમાં જુગાર રમતા કરણ નંદલાલ દુલેરા, રમેશ છગન પરમાર, હિમંત મોહન સાગઠીયા અને લક્ષ્મણ ભુરા સોંદરવા નામના શખ્સોને રૂ.૬,૬૧૦ની રોકડ સાથે માલવીયાનગરના પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

રૈયા રોડ પર આવેલા તિરૂપતિનગર શેરી નંબર ૬માં મકાન ભાડે રાખી ધરમદીપસિંહ રવિચંદ્રસિંહ જાડેજા જુગાર રમાડતો હોવાની બાતમીના ઓધારે ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ્ટેબલ કિશોર ઘુઘલ અને રાહુલ વ્યાસ સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા ધરમદીપસિંહ જાડેજા, નવજયોત પાર્કના સંજયસિંહ ભગીરથસિંહ જાડેજા, તળાજાના જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા, રંગઉપવન સોસાયટીની રૂપાબા વિક્રમસિંહ જાડેજા, તિરૂપતિનગરના જુલેખા ધરમદીપસિંહ જાડેજા, સિધ્ધી વિનાયકનગરના દિપ્તી લક્ષ્મીચંદ શેઠીયા, તિરૂપતિનગરની શહેનાજ અનિલ નાયાણી નામની રૂ.૨૦ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.

રણછોડનગરમાં રહેતા વિપુલ વિપુલરાય પંડયાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સામતભાઇ ગઢવી, અને હિરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા વિપુલ વિનોદ પંડયા, ફિરોજ જાકીર મેમણ, જયદીપ શશીકાંત આડેસરા, મોહિત ચંદ્રકાંત પીઠડીયા, મિલન મહેશ, પ્રણવ રાજુ પાટડીયા, શૈલેષ અશોક અને આબિદ ફારૂક મેમણ નામના શખ્સોને રૂ.૨૮ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.