Abtak Media Google News

હાલ હોટેસ્ટ ટ્રેન્ડ કોઈ હોય તો એ સ્મોકી આઇઝનો છે જેમાં બ્લેક, ઑલિવ ગ્રીન, નેવી બ્લુ જેવા ડાર્ક શેડ્સના આઇ-શેડોની મદદી આંખોને હાઇલાઇટ કરવામાં આવે છે. આઇ મેક-અપની આ પદ્ધતિ આજકાલ રેમ્પી માંડી આમ જનતા સુધી બધે જ ખૂબ પોપ્યુલર બની રહી છે. તેમ છતાં કેટલીક મહિલાઓ અણઆવડતને કારણે એનાી દૂર ભાગે છે. જોકે પૂરતી ધીરજ અને સમજ સો લગાડવામાં આવે તો આ આઇ મેક-અપ કોઈ મુશ્કેલ કામ ની

કહેવાય છે કે આંખો માણસના વ્યક્તિત્વનો અરીસો છે. એી જ કદાચ મેક-અપ આર્ટિસ્ટ હંમેશાંી આઇ મેક-અપ પાછળ સૌી વધુ સમય અને શક્તિ ખર્ચતા આવ્યા છે. અલબત્ત, સારો આઇ મેક-અપ કરવો એ કંઈ મજાકની વાત ની. અરે, મોટા ભાગની મહિલાઓનો તો સીધીસાદી આઇલાઇનર લગાડતાં જ દમ નીકળી જાય છે. આંખોને ખુલ્લી રાખી અરીસામાં જોતાં-જોતાં પાંપણોની કિનારી પર લિક્વિડ આઇલાઇનર દ્વારા પર્ફેક્ટ લાઇન બનાવવી કોઈ આસાન કામ ની. કેટલીક વાર તો આટલી મહારત હાંસલ કરવામાં જ અઠવાડિયાંઓ નીકળી જાય છે. કદાચ મહિલાઓની આ મૂંઝવણને દૂર કરવા જ છેલ્લા કેટલાક સમયી બ્યુટી ક્ષેત્રે સ્મોકી આઇ મેક-અપનો ટ્રેન્ડ સૌી વધુ પોપ્યુલર બન્યો છે. સામાન્ય ગેટ-ટુગેધર હોય કે પછી કોઈ હાઈ-એન્ડ પાર્ટી; આ ટ્રેન્ડ સ્માર્ટ, ક્લાસી અને સોફિસ્ટિકેટેડ હોવાી બધે જ સારો લાગે છે. બીજું, આમાં તમારે કોઈ પર્ફેક્ટ લાઇન બનાવવાની ની. માત્ર આઇશેડોના અલગ-અલગ રંગોને એકબીજા સો સરસ રીતે બ્લેન્ડ જ કરવાના છે. પરિણામે આ મેક-અપ લગાડવો મુશ્કેલ પણ ની. માત્ર ોડી ધીરજ અને ોડી આવડત વડે આંખોને સુંદર રીતે હાઇલાઇટ કરવાની છે. તો હવે મૂંઝાવાનું છોડો, નીચે આપેલાં સ્ટેપ્સ વાંચી જાઓ અને નેક્સ્ટ ટાઇમ એનો અમલ કરી પાર્ટીમાં કરી દો સૌકોઈને મોહિત…

(૧) કોઈ પણ મેક-અપની શરૂઆત કરતાં પહેલાં એનો બેઝ તૈયાર કરવો જરૂરી છે. આઇ મેક-અપમાં આ બેઝ ફાઉન્ડેશન, કોમ્પેક્ટ પાઉડર તા ક્ધસીલરી તૈયાર ાય છે. તો સૌી પહેલાં આંખની ઉપર અને નીચે બન્ને બાજુ તમારી ત્વચાના રંગ સો મેચ ાય એવું ફાઉન્ડેશન લગાડી દેવું. તમને ડાર્ક સર્કલ્સ કે અન્ય કોઈ પણ પ્રકારના ડાર્ક સ્પોટની સમસ્યા સતાવતી હોય તો એટલા ભાગ પર ક્ધસીલર લગાડી એને ઢાંકી દેવો. છેલ્લે કોમ્પેક્ટ પાઉડર લગાડી આંખની ચારે બાજુની ત્વચાનો રંગ એકસરખો કરી દેવો.

(૨) હવે સ્મોકી આઇ મેક-અપની શરૂઆત માટે આંખની પાંપણી માંડી આઇબ્રોની નીચે રહેલા આઇબ્રો બોન તરીકે ઓળખાતા હાડકા સુધી બધે સિલ્વર કલરનું હાઇલાઇટર લગાડી દેવું.

(૩) ત્યાર બાદ આંખ બંધ કરો ત્યારે જેટલો ભાગ ગોળાકારે ઊપસેલો દેખાય છે ત્યાં ગ્રે કલરનો આઇ-શેડો લગાડી પહેલાં લગાડેલા હાઇલાઇટર સો એને સરસ રીતે બ્લેન્ડ કરી દેવો. યાદ રાખો, આ વખતે તમારે આઇ-શેડો ફક્ત આંખ પર જ્યાં કરચલીઓ દેખાય છે એટલા ભાગમાં જ લગાડવાનો છે; આઇબ્રો બોન સુધી નહીં.

(૪) હવે ચારકોલ બ્લેક કલરનો આઇ-શેડો લો અને આંખની બહારની બાજુના ખૂણાી શરૂ કરી આંખની ઉપરનો કરચલીવાળો ભાગ અડધો ઢંકાઈ જાય ત્યાં સુધી લગાડી દો. હવે આંગળીી અવા આઇ-શેડો બ્રશની મદદી એને વધુ અંદરની તરફ બ્લેન્ડ કરો. જોકે આમ કરતી વખતે તમારે આંખના બીજા ખૂણા સુધી પહોંચી ની જવાનું એ યાદ રાખજો. આંખની શરૂઆતની અડધોી પોણો ઇંચ જગ્યામાં કોઈ ડાર્ક શેડ લગાડવો નહીં. ત્યાં ફક્ત હાઇલાઇટર જ દેખાવું જોઈએ. એમ કરવાી તમારી આંખ મોટી અને વધુ ખૂલેલી દેખાશે.

(૫) હવે અત્યંત પાતળા બ્રશી આંખની નીચેની પાંપણ પાસે પણ આ જ ચારકોલ બ્લેક આઇ-શેડોની પાતળી લાઇન કરો. પહેલાં કર્યું એમ આ વખતે પણ શરૂઆત આંખની બહારની બાજુના ખૂણાી કરો અને અડધે આવી અટકી જાઓ. હવે સ્પન્જ ધરાવતું આઇ-શેડો બ્રશ આ લાઇન પર એવી રીતે ઘસો કે એની શાર્પનેસ જતી રહે અને એ એકદમ ઊડીને આંખે વળગે નહીં.

(૬) તમે ઇચ્છો તો કેટ-આઇ ઇફેક્ટ માટે હંમેશાંની જેમ આંખની ઉપરની બાજુએ બ્લેક આઇલાઇનર પણ લગાડી શકો છો. લિક્વિડ લાઇનર લગાડશો તો પરિણામ શાર્પ અને ડ્રામેટિક આવશે. પેન્સિલ આઇલાઇનર લગાડી આંગળી વડે ોડી ઘસી દેશો તો તમે લગાડેલા ડાર્ક આઇ-શેડોનો જ એક ભાગ લાગશે.

(૭) કોઈ પણ આઇ મેક-અપ મસ્કારા વિના અધૂરો છે. એી છેલ્લે આંખની ઉપર અને નીચે બન્ને બાજુની પાંપણ પર બેી ત્રણ વાર વોલ્યુમાઇઝિંગ મસ્કારા લગાડવું. એમ કરવાી પાંપણ વધુ ભરાવદાર અને આંખ વધુ આકર્ષક લાગશે.

(૮) આંખ પર આટલો હેવી મેક-અપ લગાડ્યા બાદ ચહેરા પર વધુ મેક-અપ લગાડવાની ભૂલ ન કરવી. માત્ર ગાલ પર હળવું હાઇલાઇટર તા બ્લશર અને હોઠ પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક લિપ-ગ્લોસ સો લગાડી દેવાી સરસ લુક તૈયાર ઈ જશે.

સ્મોકી આઇ મેક-અપની ખાસિયતો

તમે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છો એ જાણવા માટે શરૂઆત કરતાં પહેલાં સ્મોકી આઇઝ એટલે શું એ બરાબર સમજી લેવું જરૂરી છે. સ્મોકી આઇઝ એટલે એક એવા પ્રકારનો આઇ મેક-અપ જેમાં તમે બે કે ત્રણ લાઇટ-ડાર્ક રંગના આઇ-શેડોની મદદી આંખ પર સ્મોક એટલે કે ધુમાડા જેવી ઇફેક્ટ તૈયાર કરો છો. આંખની આસપાસ જામી ગયેલાં કાળાં કૂંડાળાં તા ાક, તાણ કે ઉંમરને કારણે આંખના કોર્નર પર ઊપસી આવેલી કરચલીઓને છુપાડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. બીજા શબ્દોમાં આ આઇ

મેક-અપ તમારી નબળાઈઓ તો છુપાડે જ છે અને સો જ મિનિટોની અંદર આંખોને હાઇલાઇટ કરી તમને મિસ ગ્લેમરસનો ખિતાબ પણ અપાવી દે છે. વળી આ મેક-અપની બીજી ખાસિયત એ છે કે ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન, એ કોઈ પણ પ્રકારના આઉટફિટ કે લુક સો મેચ ઈ જાય છે. અલબત્ત, આ આઇ મેક-અપ લગાડતી વખતે તમારે આઇ-શેડોના શેડ્સને એકબીજા સો સરસ રીતે બ્લેન્ડ કરવા પડશે. આ કામ કુનેહપૂવર્ક પાર પાડી દીધું તો સમજી જાઓ કે તમારી આંખ છે એના કરતાં વધુ મોટી દેખાશે. સામાન્ય રીતે સ્મોકી આઇઝ માટે બ્લેક અને ગ્રે રંગના આઇ-શેડોનો ઉપયોગ તો હોય છે, પરંતુ જો તમને આ રંગો વધુપડતા ડાર્ક લાગતા હોય તો તમે બ્રાઉન તા કોપર શેડ્સ પણ અજમાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.