Abtak Media Google News

સફળ સંમેલન કરી ભાજપની લોકશાહી વિરોધી પ્રવૃત્તિને જવાબ અપાયો: રાજભા ઝાલા

સ્ટેન્ડીગ કમીટીના પૂર્વ ચેરમેન અને  ક્ષત્રીય અગ્રણી રાજભા ઝાલાના જણાવ્યા મુજબ વોર્ડ નં.ર ના ક્ષત્રીય સમાજના પરીવારનું એક સ્નેહ મીલન કમ વિચાર ગોષ્ટીનો કાર્યક્રમ યોજયો હતો. તે કાર્યક્રમના નિમંત્રક રાજભા હતા અને કાર્ડમાં ઉલ્લેખ કરેલ કે મારા ૧૭ વર્ષના જાહેર જીવનના અનુભવના નીચોડ સ્વ‚પે  આગામી ઇલેકશનમાં ક્ષત્રીય સમાજનું સ્ટેન્ડ શું હોય તે બાબતે ચર્ચા કરવા જણાવ્યું હતું. રાજભાના જણાવ્યા મુજબ સ્નેહમીલન ના કાર્ડ છાપતા પહેલા સ્નેહ મીલનના આયોજન અંગેની ર મીટીંગો રેલનગર-૩ સ્થિત સંસ્કાર ધામ સ્કુલની અને તેમની સાથે વાત થયા પછી સ્નેહમીલન સ્થળ સંસ્કાર ધામ સ્કુલનો પ્લોટ રાખવામાં આવેલ અને નિયંત્રણ કાર્ડમાં પણ તેજ અડ્રેસ છાપેલ પરંતુ સ્કુલના સંચાલકોને સ્નેહમીલન ત્યાં ન થવા દેવા માટે ભાજપે પ્રયત્નો કરેલ તેના અનુસંધાને ક્ષત્રીય સમાજના કાર્યક્રમનું સ્થળ બદલીને ફળેશ્ર્વર મહાદેવમાં રાખવામાં આવ્યું હતું.

ક્ષત્રીય સમાજ દ્વારા આયોજીત સ્નેહમીલન કામ વિચાર ગોષ્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં હાજર ક્ષત્રીય પરીવારોને સંબોધતા રાજભા ઝાલાએ પોતાના ૧૭ વર્ષના જાહેર જીવનમાં ભાજપમાં રહીને જે સંઘર્ષ કર્યો તેની ગાથા વર્ણવી હતી. અને રાજભાએ સમાજને સ્પષ્ટ જણાવ્યું હતું કે હું કઇ બનવા માટે જાહેર જીવનમાં આવ્યો નથી પરંતુ કઇક કરવું છે સમાજ માટે અને તે પણ ક્ષત્રીય સમાજના સામાજીકને ક્ષાત્રત્વને વિસરીયા વગર તેવું કહીને તેમના ભાજપના કાર્યકર દરમ્યાન ક્ષત્રીય સમાજના સામાજીક કે વ્યકિતગત પ્રશ્ર્નો માટે ભાજપના જ અમુક આગેવાનોની ઇચ્છા વિરુઘ્ધ સમાજને થતા અન્યાય સામે લડત આપીને ક્ષત્રીય સમાજની પ્રતિનિધિત્વ કર્યુ છે. તે બાબતે અનેક બનાવોને નામ જોગ વર્ણવીને સમાજને જાણ કરી હતી. ક્ષત્રીય સ્નેહમીલનના કાર્યકમમાં ઇન્દ્રનીલભાઇ રાજયગુરુએ જણાવ્યું હતુ કે ભાજપ તરફથી ભયનો માહોલ ઉભો કરવા છતાં આપ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે વાત જ  ક્ષત્રીયોની નીડરતાને પ્રસ્થાપિત કરે છે તેમ કહીને આભાર માન્યો હતો અને કહ્યું હતું કે હું જાહેર જીવનમાં મારા પિતાશ્રીના જે હિંમતના ગુણો છે તેનો વારસો લઇને કામ કરું છું અને હું મારા પિતાશ્રી જેવો સંપૂર્ણ તો ન થઇ શકું પરંતુ તેમના જે ગુણો હતા તે આત્માસાત કરવાનો પ્રયત્ન નિષ્ઠ પૂર્વક કરું છું. તેમ કહીને ફરીથી આયોજકો અને ક્ષત્રીય સમાજનો આભાર માનેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.