Abtak Media Google News

સઘન રસીકરણ દ્વારા પશુઓને ખરવા મોવાસાના રોગમાંથી બચાવવાનું સંનિષ્ઠ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે – મંત્રી દિલીપકુમાર ઠાકોર

સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨ માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આજે લીંબડી તાલુકાના પાંદરી ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે અંદાજિત રૂપિયા ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ બલ્ક કુલર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Img 20180808 215322આ પ્રસંગે ઉદ્દબોધન કરતા મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, પશુપાલનના વ્યવસાય થકી રાજ્યના પશુપાલકો આર્થિક રીતે સમૃધ્ધ બને તેવી સરકારની નેમ છે, આ માટે રાજ્યમાં પશુ આરોગ્ય મેળાની સાથે પશુ રસીકરણનું ઝુંબેશ રૂપી અભિયાન હાથ ધરાયું છે. સઘન પશુ રસીકરણ દ્વારા ખરવા મોવાસાના રોગમાંથી પશુઓને બચાવવાનું સંનિષ્ઠ કાર્ય પણ સરકારે કર્યું છે.

મંત્રીએ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ દવાઓના બેફામ દુરુપયોગના કારણે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે, તેમ જણાવી ખેતીમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી ખેતીને સમૃદ્ધ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારે અમલી બનાવેલ ઓર્ગેનિક પોલીસીનો ઉલ્લેખ કરી ગૌ આધારિત સંસ્કૃતિની જાળવણી થકી સમાજને સ્વસ્થ બનાવવા અને પર્યાવરણને શુદ્ધ કરવાના યજ્ઞ કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

Img 20180808 215332

આ પ્રસંગે લીંબડી ના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ ના માજી. ચેરમેન પ્રકાશભાઈ સોની,ગુજરાત કિસાન મોરચા ના મંત્રી રાજભા ઝાલા, સુરેન્દ્રનગર દૂધ ડેરી ના ચેરમેન બાબાભાઈ ભરવાડ, લીંબડી નગરપાલિકા ના પ્રમુખ ધીરુભાઈ ખાંદલા, લીંબડી તાલુકા પંચાયત ના પ્રમુખ રામુબેન બ્લોલિયા, લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, યસવંતભાઈ પરમાર, રાજુભાઇ ભરવાડ, સ્મિતાબેન રાવલ, નિર્મલાબેન યાદવ, હંસાબેન ઉનેચા, પ્રતિમાબેન રાવલ, મનદાકિનીબેન ઉપાધિયાય, દિલીપસિંહ પરમાર સહિતના મહાનુભાવો, અધિકારી – પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.