Abtak Media Google News

રોગચાળો ફાટી નીકળેલ હોય અને જનતાના આરોગ્ય પ્રશ્ર્ને તંત્રની કામગીરી કરાયેલ ના હોય અને હાલમાં તંત્રની કવાયત પણ ચાલુ થયેલ ના હોય તો તે સંદર્ભે અમોએ આપશ્રીને રુબર પત્ર પાઠવેલ હતો. અને રોગચાળો વધુ ન વકરે તે માટેના પગલા લેવા અને સાચા આંકડા જાહેર કરવા અંગેની રજુઆત કરેલ છે.

Advertisement

વધુમાં જણાવવાનું આરએમસી મેલેરીયા  શાખામાં ૭૩ જણાનું જ સેટઅપ હોય તેમાંથી પ૦ વ્યકિત જ કામ કરતા હોય અને એક વ્યકિત દીઠ  પ૦ મકાનની કામગીરી કરવામાં આવતી હોય તો કઇ રીતે ૪૦૦૦૦ મકાનની કામગીરી થઇ?

આ કામગીરી કરતા તો મીનીમમ બે થી ત્રણ મહીનાઓ નીકળી જાય તો આ કામગીરી સપ્તાહીક આંકડાઓ જાહેર કર્યા તેમાંથી પ્રાપ્ત થયેલ વિગતો ચોકાવનારી જાહેર થયેલ છે. અને આનો ખરો અભ્સા કરી અને ફકત ચોડે કામગીરી નોંધાય છે. અને આરોગ્ય ચેરમેનને ખ્યાલ નથી કે ડેન્ગ્યુના મચ્છરો ઘરમાં અને ચોખ્ખા પાણીમાં જ થાય છે તે અમારી ટકોર પણ છે. વધુમાં આવી ગંભીર પરિસ્થિતિઓ હોય ત્યારે આપશ્રીને તમામ કોર્પોરેટરો સાથે સંકલન કરી અને એકશન પ્લાન બનાવી અને કામગીરી સોંપણી કરવી જોઅઇ તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.