Abtak Media Google News

ગુજરાતમા મહિલા સુરક્ષાનો કાયદો માત્ર નામનો જ હોય તેવુ લાગે છે પરંતુ રાજ્યમા એક ખાનગી સવેઁ મુજબ દર ત્રણ મિનિટે એક મહિલા બળાત્કારનો શિકાર બનતી હોવાનો ચોકાવનારો ખુલાશો પણ થયો છે. તેવામા હાલ માત્ર ધ્રાગધ્રા પંથકની જ જો વાત કરીએ તો માત્ર ધ્રાગધ્રા તાલુકામા જ છેલ્લા એકાદ વષઁમા અનેક મહિલાઓ પર છેડતી તથા શારીરીક શોષણના ગૃન્હા નોંધાયા છે.

જેથી ખરેખર ધ્રાગધ્રા પંથકમા મહિલાઓ સુરક્ષીત ન હોય તેવુ કહી શકાય ત્યારે મહિલાઓ અસુરક્ષીત હોવાનો વધુ એક કિસ્સો ધ્રાગધ્રા તાલુકાના ચુલી ગામે થયો છે જેમા ચુલી ગામે રહેતા મશરુભાઇ મેવાડાની સગીરવયની દિકરીને પોતાની જ કોમના બે નરાધમો ભગાડી જઇ વારંવાર બળાત્કાર ગુજાયોઁ હોવાની ફરીયાદ તાલુકા પોલીસ સ્ટેશન નોંધાઇ છે.

આ બનાવની સંપુણઁ વિગત જાણીએ તો ધ્રાગધ્રા તાલુકાના ચુલી ગામે રહેતા મશરુભાઇ મેવાડા મજુરીકામ કરી પોતાનુ તથા પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે જેઓના પરીવાર પર હાલમા જ આભ ટુટીપડ્યુ હોય તેવી ઘટના સામે આવી છે જેમા મશરુભાઇના પરીવારની એક સગીરવયની દિકરીને પોતાના જ ગામનો શખ્સ શૈલેષ રાણાભાઇ ગમારા રહે:- ચુલી તથા મહેશ વાલાભાઇ ગમારા રહે:- ધ્રાગધ્રાવાળા ગત ૧૪ સપ્ટેમ્બરના બપોરના સમયે લલચાવી ફોસલાવી પોતાની સાથે લઇ ગયા હતા.

જ્યારે સગીરવયની દિકરીને બાદમા આ શખ્સો દ્વારા ગોંધી રાખી રાજ્યના સામખીયારી, રાપર, કચ્છ સહિતના જુદા-જુદા સ્થળે લઇ જઇ બળાત્કાર ગુજાયોઁ હતો. સગીરવયની દિકરીને કુલ ત્રણ દિવસ સુધી આ નરાધમો દ્વારા દેહ અભડાવ્યા બાદ સગીરાને છોડી મુકાઇ હતી જ્યારે સગીરા જેમ-તેમ કરી પોતાના ઘેર પહોચી સમગ્ર વિગત પોતાના પરીવારજનોને જણાવતા આ પરીવાર દુખમા સરી પડ્યા હતા.

પરંતુ પરીવારના સભ્યોએ બદનામી કરતા આ નરાધમોને પાઠ ભણાવવાનુ વધુ સારુ લાગતા સગીરાના માતા-પિતા હિતનાઓ ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન જઇ પોલીસ અધિકારી સમક્ષ સગીરાએ સમગ્ર વિગત જણાવી બંન્ને નરાધમો વિરુધ્ધ ફરીયાદ હાથ ધરી હતી. જ્યારે ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરી આ શખ્સોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.