Abtak Media Google News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિક વર્ગ પર થઈ રહેલ હુમલાના કારણે રાજયના ઉધોગોમાં મુશ્કેલીઓ સર્જાવાની ભીતિ ઉભી થયેલ છે. જેમાં થોડા સમય પહેલા ગુજરાતનાં એક શહેરમાં બાળકી પર દુષ્કર્મની દુર્ઘટના બનેલ અને કૃત્યનો ગુનેગાર પરપ્રાંતિય વર્ગનો કામદાર હોવાથી સાત જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય પર હુમલાનો સીલસીલો ચાલુ થતા રાજય બહારથી જીવન નિર્વાહ માટે આવેલ કામદાર વર્ગ ગભરાટના કારણે હિજરતનો સામનો કરી રહ્યા છે.

જેના કારણે રાજયના ઉધોગો તથા વ્યવસાયો માટે ખુબ જ મુશ્કેલી ઉભી થવાની શકયતાઓ છે. આ બાબત ગંભીર હોવાથી આ પ્રકારનું વાતાવરણ તુરંત દુર કરવા તથા કડક પગલા લેવા તેમજ જ‚રી કાર્યવાહી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સમક્ષ રજુઆત કરેલ છે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જણાવાયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.