Abtak Media Google News

નવરાત્રીના આગમન સ્વરૂપે તાંડવ નર્તન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અને કડવીબાઈ વિરાણી વિદ્યાલયના સહયોગી નવરાત્રીની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજકોટના શિક્ષણઅધિકારી ધાર્મિક સંસઓના અગ્રણીઓ સમાજ સેવિકાઓ, મીડિયાના અગ્રણીઓ અને સમાજમાં અલગ અલગ હોદોઓ પર વિરાજમાન રાજકોટના અગ્રણી બહેનોએ કાર્યક્રમને નીહાળ્યો હતો. આ પાશ્ર્વાત્ય ડિસ્કોદાંડીયાના યુગમાં પ્રાચીન અને શાસ્ત્રીય સાંસ્કૃતિક ગરબાને જીવંત રાખવા ટ્રસ્ટી ગુરૂ જીજ્ઞેશ સુરાણી અને ક્રિષ્ના સુરાણી અને તાંડવ નર્તન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દિપીકા પરમાર દિર્ધા ઝાલા અને ક્રિષ્ના હિંગળાજીયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.