Abtak Media Google News

“ભૂખની વેદના માણસ વ્યકત કરી શકે છે પણ અબોલ પશુઓ વ્યકત ન કરી શકે  તેમની સંવેદના અનુભવી રાજય સરકારના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું છે.”- રૈમ્યામોહન, ભૂજ કલેકટર

ઓછા વરસાદને કારણે અછતગ્રસ્ત કચ્છમાં ઘાસચારાની અછતને પહોંચી વળવા જિલ્લા વહિવટી તંત્રનું પ્રશંસનીય આયોજન

અછતને કારણે કચ્છી માલધારી માંડુઓએ હવે અન્યત્ર જવાની જરૂરી નથી

કચ્છ એટલે ખમીરવંતી પ્રજાનો પ્રદેશ એમાંય બન્ની વિસ્તાર એટલે માલધારીઓનો વિસ્તાર દરિયાઇ અને રણ વિસ્તારથી ઘેરાયેલા કચ્છની ધરતી અને અત્યાર સુધીમાં અનેક કુદરતી આફતોનો પુરા જોશ અને હિંમતપુર્વક સામનો કરેલો છે.

આ વર્ષે પણ પુરતા વરસાદને અભાવે કચ્છ જિલ્લાને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તા.૨૦મી ઓગષ્ટે એક દિવસની મુલાકાત દરમિયાન અછતની પરીસ્થિતીની બેઠક બાદ કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરેલ હતો. તેઓએ વધુમાં કચ્છીપ્રજા પ્રત્યેની સંવેદના વ્યકત કરતાં કચ્છમાં ગૌશાળા અને પાંજરાપોળોને ધારાધોરણ અનુસાર સબસીડી અને યુધ્ધના ધોરણે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ખોલવાની કામગીરી હાથ ધરવા સુચના આપી હતી. તેઓએ કચ્છીમાડુઓની માદરે વતનની વ્હારે આવવાની લાગણીને બિરદાવતાં માનવીય પુરષાર્થ સાથે રાજય સરકાર તરફથી પણ ટ્રેન મારફતે ઘાસચારો પુરો પાડવાની હૈયાધારણ આપી હતી.

Photos Of Kutchh Fodder For Drought Dt. 01 11 2018 1

કચ્છના કલેકટરશ્રી રૈમ્યામોહને આ બાબતને ધ્યાને લઇને ત્વરીત પગલાંઓ લઇને કચ્છને પુરતો ઘાંસચારો મળી રહે તે માટેની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરી દીધી છે. અગાઉના વર્ષોમાં આવી પરીસ્થિતી સમય કચ્છી માલધારીઓ પશુઓને લઇ અન્યત્ર સ્થળાંતર કરી જતાં હતાં. પરંતુ આ વર્ષે સંવેદનશીલ સરકાર અને કલેકટરશ્રી રૈમ્યા મોહનના ત્વરીત નિર્ણયો લેવાથી ઓણ સાલ કચ્છી માડુઓને અન્યત્ર સ્થળાંતર કરવાની જરૂર નહીં રહે.

આ અંગે વધુ વિગતો જણાંવતા કચ્છના કલેકટરશ્રી રૈમ્યામોહને જણાવ્યું હતું કે માનવી તો ભૂખની વેદનાને વ્યકત કરી શકે છે. પરંતુ અબોલ પશુઓ વેદના વ્યકત કરી શકતા નથી આથી આવા અબોલ પશુઓની સંવદેના અનુભવી રાજય સરકારના માર્ગદર્શન હેઠળ અન્ય રાજયોમાંથી ઘાસચારાની આવક શરૂ કરાઇ છે. જેથી કચ્છી પશુઓને પુરતા પ્રમાણમાં ઘાસચારો સરકારના ધારાધોરણો મુજબ મળી રહેશે.

Photos Of Kutchh Fodder For Drought Dt. 01 11 2018 2

કલેકટરશ્રી રૈમ્યામોહન આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યુ છે કે હાલ મુંબઇ ખાતેના દહાણું થી રોડ મારફતે અને ખાસ ટ્રેન મારફતે ઘાંસચારો કચ્છ લાવવામાં આવી રહયો છે અને પ્રથમ ટ્રેનને રવાના કરી દેવામાં આવી છે. આ માટે અનેક ટ્રકો દ્વારા રોડ મારફતે પણ ઘાંસચારો રવાના કરવામાં આવી રહયો છે. પ્રથમ તબક્કામાં એક કરોડ કિલો ઘાસચારો લાવવામાં આવશે. આ માટે કચ્છના અંજારના પ્રાંત અધિકારીશ્રી વિજય રબારીને અધિકૃત કરી દહાણું ખાતે મોકલવામાં આવ્યા છે. જયાંથી સ્પે.ટ્રેન દ્વારા ઘાંસને રવાના કરવામાં આવી રહયું છે. જે કચ્છ ખાતે સંગ્રહ કરી વિવિધ કેન્દ્રો પરથી વિતરીત કરવામાં આવનાર છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના અધિક નિવાસી કલેટકરશ્રી કે.જે. બોરદર અને પારડી-વલસાડના પ્રાંતઅધિકારીને પણ સમગ્ર કામગીરીના મોનીટરીંગ માટેની કામગીરી સોંપવમાં આવી છે.

આમ હવે કચ્છ જિલ્લાના માલધારીઓને માલ-ઢોરના ઘાસચારાની ચિંતા કરવાની જરૂર નથી. રાજય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં ઘાંસચારો સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે માટે કચ્છના માલધારીઓએ સ્થાળાંતર કરવું નહીં પડે.

Photos Of Kutchh Fodder For Drought Dt. 01 11 2018 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.