Abtak Media Google News

આપણે બધાને ઉઠતાંની સાથે જ ચા, કૉફી જેવા પીણાંઑ તો પીવા જોઈએ તેમના વિના ભારતના લોકોની સવાર પડતી નથી.ભારતના લોકોનો દૂધ માટેનો પ્રેમ અકલ્પનીય છે. માત્ર ચા, કોફી જ નહિ પરંતુ ઘી, માખણ, છાશ,પનીર વગર પણ આપણે રહી શકતા નથી. કહેવાઈ છે કે ભારતીય લોકોની સવાર જ ઘરનો દરવાજો ખોલતા છાપું તેમજ દૂધની સાથે જ થાય છે. ૨૬ નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય દૂધ દિવસ જે શ્વેતક્રાંતિના જનેતાના જન્મદિવસ તરીકે ઉજ્વવામાં આવે છે ધ મિલ્કમેન ઓફ ઈન્ડિયા જેની આજે ૯૭મી જન્મજયંતી છે.

આજે આપણો દેશ દૂધ માટે આત્મનિર્ભર છે જ્યારે આપણે ૧૯૫૦ની વાત કરીએ તો ત્યારે કઈક પરિસ્થિતી અલગ જ હતી આપણો દેશ દૂધની જરૂરિયાતની વસ્તુઓ માટે આયાત પર નિર્ભર ધરાવતી હતી. આજે જો આપણો દેશ દૂધ માટે આત્મનિર્ભરતા ધરાવે છે તો તે માત્ર ને માત્ર ડો. વર્ગીસ કુરિયનના “બિલિયન લિટર-આઇડિયા” દ્વારા જેમને વિશ્વમાં સૌથી વધારે ડેરી વિકાસ કર્યો તેમના લીધે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો. તેઓ શ્વેત ક્રાતિના પિતા ગણાય છે.

ગયા નાણાકીય વર્ષ દરમિયાન ભારતનું દૂધ ઉત્પાદન 6.6 ટકા વધીને 176.35 મિલિયન ટન થયું હોવાનો અંદાજ છે. તેમણે જણાવ્યું હતું કે 2022-22 ના દ્રષ્ટિએ 2021-22 સુધીમાં અંદાજિત દૂધ ઉત્પાદન 254.5 મિલિયન ટન છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત ટોચના રાજ્યોમાં સ્થાન ધરાવે છે, જેમાં સૌથી વધુ દૂધ ઉપલબ્ધ છે. જો બધા ભારતીયો દરરોજ દૂધ લેતા હોય, તો તે તમારા રાજ્યમાં તમારા માટે કેટલું ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.