Abtak Media Google News

સોસાયટી, સ્કુલ સંકુલો, કોમર્શીયલ કોમ્પ્લેક્સ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્ટેલ તેમજ માર્કેટ એશોશિએશનના સંચાલકો સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિ. કમિશનરની મીટીંગ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોસાયટી, સ્કુલ સંકુલો, કોમર્શીયલ કોમ્પ્લેક્સ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્ટેલ તેમજ માર્કેટ એશોશિએશનના સંચાલકો સાથે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની મીટીંગનું આયોજન કર્યું હતું. જેમાં સૌ અગ્રગણ્ય નાગરિકોને સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવો લોકો અને મહાનગરપાલિકા લેતો ઉપયોગી છે તે સમજાવ્યું હતું.

સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેને વધુમાં માહિતી આપતા જણાવેલ કે, રાજકોટને ખરેખર રંગીલું બનાવવા માટે તમામ શહેરીજનોનો સાથ સહકાર જરૂરી છે. સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ વધારી શકાશે. બાળકો ભવિષ્ય અને ભવિષ્યને જ ઉજળું કરવા માટે આપણે બાળકોને સ્માર્ટ બનાવવા જોઈએ. શિક્ષકો પોતે સ્વચ્છતાની એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે અને બીજા બધાને ડાઉનલોડ કરવી તેનો ઉપયોગ કરવા જણાવે.

વધુમાં મ્યુનિ. કમિશનરે જણાવેલ કે, સ્કૂલ એ એક સ્વચ્છતા મંચ છે, જેના માધ્યમી લોકોને વધુને વધુ પ્રમાણમાં જાગૃત કરી શકાય છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે રાજકોટ આવેલા તત્યારે તેમણે પણ કહેલું કે સ્વચ્છતા રાખવી એ માત્ર કોર્પોરેશનની કામગીરી નથી પરંતુ કચરાનું વર્ગીકરણ કરવું એ રાજકોટ શહેરની જનતાનું કાર્ય છે. કોર્પોરેશન અને રેડ એફ. એમ. ના સંયુક્ત માધ્યમી સ્વચ્છતા બાબતે કોમ્પીટીશન કરવામાં આવશે છે અને સ્માર્ટ સોસાયટી, સ્માર્ટ સ્કુલ વિગેરે પ્રકારના એવોર્ડ પણ આપવામાં આવશે.

ટીપર વાનમાં ભીનો અને સુકો કચરો અલગ રાખવો, જો આમ કરવામાં નહિ આવે તો ટીપર વાન કચરો નહિ લે. અગાઉ કચરા પેટીમાં તમામ કચરા એકત્ર તા અને તેમાં પ્લાસ્ટિક, કાચ, કેમિકલયુક્ત કચરો વગેરે સાથે જ રહેતો ત્યારે તે કચરાને પશુઓ ખાવાનું શરૂ કરતા અને પશુઓ મરણ પામતા હતા. કેમકે કચરાની સાથે પ્લાસ્ટિક, કાચ, કેમિકલ અને સુકો-ભીનો કચરો એક સાથે ફેંકવામાં આવતો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરાનું વર્ગીકરણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને જો તેનું પાલન નહિ કરવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સુકા અને ભીના કચરાના નિકાલ અને પ્રોસેસિંગ માટેની ટેકનોલોજી અલગ અલગ છે. સુકો અને ભીનો કચરો એકસાથે ભેગો જ હોય તો તેના પ્રોસેસિંગમાં મુશ્કેલી પડે, પરંતુ બંને કચરા જુદા જુદા હોય તો અલગ અલગ ટેકનોલોજીની મદદી તેનું સરળ પ્રોસેસિંગ થઇ શકે છે.

મ્યુનિ. કમિશનર વધુમાં કહે છે કે, અગાઉ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી એકત્ર કરવામાં આવતા તમામ કચરાનો નિકાલ છેક નાકરાવાડી ખાતેની સાઈટમાં કરવામાં આવી રહયો હતો, પરંતુ જ્યારી સુકો અને ભીનો કચરો અલગ અલગ થવા માંડ્યો છે ત્યારી ઘણો કચરો શહેરના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનનાં એમ.આર.એફ. સેન્ટર અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતેથી જ થવા લાગ્યો છે. જેના પરિણામ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાને તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ બચત થવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.