Abtak Media Google News

કાશ્મીરમાં યુવાનોને આતંકી સંગઠનોમાં જોડવા માટે ઉશ્કેરતો હિઝબુલનો આતંકી રિયાઝ અહેમદ ઝડપાયો

જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે મુઠભેડ ચાલતી હોય છે અને દેશના રક્ષણ માટે જવાનો સતત ખડેપગે બોર્ડર પર તૈનાત રહેતા હોય છે ત્યારે રવિવારે શ્રીનગરમાં પરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓની અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે.

મૃતકોમાં પાંચ મહિના પહેલા જઘરેથી ભાગેલા અને આતંકી સંગઠનમાં જોડાયેલા ૧૪ વર્ષીય મુદાસીરે પણ જીવ ગુમાવ્યો હતો.

અથડામણમાં સુરક્ષા દળના પાંચ જવાનોને ઈજા થઈ હતી જેને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો ઝડપાયા હતા. શ્રીનગરના મુજગુંડ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત એજન્સીની જાણકારી મળી હતી. ત્યારબાદ શ્રીનગરમાં સર્ચઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓ લશ્કર એ તોયબાનાહોવાનું જણાવ્યું હતું.

શ્રીનગરમાં આતંકીઓ સાથેની અથડામણ સતત ૧૭ કલાક સુધી ચાલી હતી. મધરાત્રે થોડો વિશ્રામ લેતા બન્ને પક્ષો તરફથી ફાયરીંગ બંધ રહ્યું હતું. તો સવારે ફરીથી આતંકી હુમલો થયો હતો.જેને કારણે શ્રીનગર તેમજ આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સુવિધા બંધ કરવામાં આવી હતી.

 જમ્મુ-કાશ્મીરના યુવાનોને ભડકાવી આતંકી સંગઠનોમાં જોડાવા તરફ પ્રેરતો ખુબજ કુખ્યાત આતંકવાદી રિયાઝ અહેમદની ધરપકડ કરવામાં આવી છે. રિયાઝ અહેમદ હિઝબુલના આતંકી સંગઠનનો હિસ્સો હતો. તે પોતાના ભાષણથી યુવાનોને આતંકી સંગઠનોમાં જોડાવા માટે પ્રેરીત કરતો હતો.

ભારત-પાકિસ્તાન વચ્ચે મિત્રતાની શરૂઆત થાય તે માટે કરતારપુર કોરીડોર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેને આઈએસઆઈનું ષડયંત્ર હોવાનું માનવામાં આવે છે.

પાકિસ્તાનના આર્મી વડા કવામર જાવેદ બાજવાએ કહ્યું હતું કે, સિધુની વાતને વધુ ચગાવવામાં આવી છે.  અમરિંદરે કહ્યું હતું કે, સિધુ ઘણી વખત વિચાર્યા વિના જ બોલી દેછે. કરતારપુર કોરીડોરનો મામલો ખરેખર આઈએસઆઈની રમત હોવાની શકયતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.