Abtak Media Google News

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી…

યમુના નદીમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, બિલ્ડીંગ વેસ્ટ અને નદીની બન્ને બાજુ શૌચક્રિયાને કારણે પ્રદુષણમાં વધારો

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી…. વૈષ્ણવ સંપ્રદાયમાં પૂજનીય એવી યમુના નદી પ્રદુષણનો ભોગ બની રહીછે. નદીનું પાણી એટલું પ્રદુષિત થઇ ગયું છે કે જીવાદોરી સમાન યમુના જીવીત રહેવાસંધર્ષ કરી રહી છે.

Advertisement

યમુનાનો પુન‚ઘ્ધાર ત્યાં સુધી સંભવ નથી જયાં સુધી તેને ન્યુનતમ પર્યાવરણીય પ્રવાહ ન મળે કેમ કે કેટલાક હિસ્સાઓમાં તેનું જળસ્તર બિલકુલ છીછરુ છે તો બીજી તરફ કેટલાક હિસ્સાઓના વર્ષના નવ મહીના તે સુકાઇ જાય છે.

શ્રી કૃષ્ણને અતિ વ્હાલી યમુના નદીની બન્ને બાજુએ પ્રદુષણને કારણે નદીનું પાણી ગંદુ થઇ રહ્યું છે. ગ્રીન ટ્રીબ્યુનલના અઘ્યક્ષ જર્જ એ.કે. ગોયલે જુલાઇમાં સેવાનિવૃત વિશેષજ્ઞ સભ્ય બી.એસ. સજવાન અને દિલ્હી પૂર્વ મુખ્ય સચિવ શૈલજા ચંદ્રાની દેખરેખ હેઠળ એક સમિતિ બનાવી હતી અને ૩૧ ડીસેમ્બર સુધી નદીની સફાઇ પર એક કાર્ય યોજના તેમજ વિસ્તૃત રિપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ કર્યો હતો. સમિતિએ દિલ્હી સરકારને તેની વિસ્તૃત રિપોર્ટ આવ્યો છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે યમુના નદી પલ્લાથી બદરપુર વચ્ચે માત્ર ૫૪ કીમી દિલ્હીથી થઇને જાય છે. જયારે વજીરાબાદથી ઓખલાની વચ્ચેનો રર કી.મી.નો હિસ્સો નદીની કુલ લંબાઇના બે ટકાથી પણ ઓછી છે. પરંતુ તેમાં ૭૬ ટકા પ્રદુષણ છે.યમુનોત્રીથી લઇને ઇલ્લાહાબાદના સંગમમાં જઇને મળવા સુધી યમુનાની લંબાઇ ૧૩૭૦ કી.મી. છે.

વજીરાબાદથી ઓખલા વચ્ચે આ બે ટકા હિસ્સામાં ઔઘોગિક વેસ્ટ મોટા પ્રમાણમાં ઠલવાય છે. સમીતીએ એવો સુજાવ આપ્યો છે કે સીપીસીબી, ડીપીસીસી અને આઇઆઇટી દિલ્હી કે પછી એનઇઇઆરઆઇ જેવા અન્ય સંસ્થાનોથી વૈજ્ઞાનિકોની ટીમનું ગઠન કરવામાં આવે જે નદીની ઉપચારાત્મક કાર્યવાહી માટે રિપોર્ટ આપે.

મહત્વનું છે કે યમુના નદી દેશની સૌથીપ્રદૂષિત નદીયોમાં સામેલ છે. અને દિલ્હીમાં ગંદુ નાળુ બનીને રહી ગઇ છે. વરસાદનાદિવસોને છોડી એ તો દિલ્હીમાં આ નદીમાં પાણી હોતું જ નથી. આ ગંદકીનું પરિણામ એ છેકે નદીમાં ઓકસીજન નામ માત્રનું જ હોય છે. જેના કારણે યમુનામાં રહેનાર જીવ-જંતુમૃત્યુ પામી રહ્યા છે.

આ નદીના બન્ને કિનારા પર થતી શૌચક્રિયાને કારણે નદીમાંથીભારે દુર્ગધ આવે છે જેના કારણે સ્થાનીકો પરેશાન થઇ ગયા છે. અને બીજી તરફ કોક્રીટનાજંગલે યમુનાને વધુ પ્રદુષીત કરી દીધી છે. દરેક પ્રકારની ગંદકી યમુનામાં ઠલવાય છે.જેના કારણે પાણીનું સ્તર નીચું જતુ જાય છે. અને પ્રદુષણનું સ્તર ઉઠતું જાય છે.

મહત્વનું છે કે વૈષ્ણવ સંપ્રદાય મા અને ધાર્મિક રીતે પણ યમુનાનું આગવુ મહત્વ છે.શ્રી કૃષ્ણએ યમુનાની આસપાસ જ બાલ ક્રિડાઓ કરી હતી જેને કારણે યમુના ને પવિત્રમાનવામાં આવે છે. જેટલું સ્થાન ગંગાને ધાર્મિક ગ્રંથોમાં અપાયું છે તેટલું જ સ્થાનયમુનાને પણ અપાયું છે. આમ વૈષ્ણવોની અતિવ્હાલી યમુના પ્રદુષણનો ભોગ બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.