Abtak Media Google News

કૉંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભૂપેશ બધેલ કૉંગ્રેસ વિધાનસભાની પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા છે. છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ વિધાનસભાની પાર્ટી બેઠક રાજીવ ભવનમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું.

બેઠક પછી કોંગ્રેસના સભ્ય મલ્લિકારજુન ખર્જે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભૂપેશ બઘેલને વિધાનસભાની પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. બધા ધારાસભ્યોએ એક સૂત્રમાં કહ્યું છે કે રાહુલ ગાંધી જેને તેઓ પસંદ કરશે તે આપણા નેતા રહેશે. દરેક સાથે ચર્ચા કર્યા પછી નામ પર સંમતી થઈ હતી.તેમણે ખ્યું કે અમને બધાને વિશ્વાસ છે કે ભૂપેશ બધાને સાથે લઈને ચાલશે.

તેમણે જણાવ્યું હતું કે સોમવાર, 17 ડિસેમ્બર, ભૂપેશ બઘેલ રાયપુરમાં સાઈન્સ કોલેજ ગ્રાઉન્ડમાં મુખ્ય પ્રધાનની શપથ લેશે. ખડગે કહ્યું કે કોઈ નેતા મોટો અથવા નાનો નથી, બધા બરાબર છે.

કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, આવતી કાલે માત્ર મુખ્યમંત્રી પદની શપથ લેવામાં આવશે, બાકીના પદો બેઠક પછી નક્કી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.