Abtak Media Google News

શિવસેનાના નેતા અને  યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. કેમ કે ક્રીસમસનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે.અને લોકો હવે નવા વર્ષના જશ્નની તૈયારીઓ કરવા લાગ્યા છે. મુંબઈ,થાણે,અને પૂનામાં નવા વર્ષની પાર્ટીઓ થાય છે.અને લોકો તેમાં ખૂબ મસ્તી કરતાં હોય છે.આ વાતને ધ્યાનમાં રાખી શિવસેનાના નેતા અને  યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો.અને 31ડિસેમ્બર ના મુંબઇ,નવી મુંબઈ અને પૂણેની હોટલ,પબ,ક્લબ અને રેસ્ટ્ર્રોરંટ રાતભર ચાલુ રાખવાની માંગણી કરી છે.

Advertisement

આદિત્ય ઠાકરેને નવા વર્ષના સ્વાગત માટે  હોટલોને 24 કલાક ખુલી રાખવા માટે માંગ કરેલ હતી. આદિત્યએ લખેલ પત્રમાં પણ કહ્યું છે કે તેનાથી સ્થાનિ લોકોને રોજગારી મળી રહેશે.

આદિત્ય ઠાકરે  મુંબઈમાં હોટલ અને રેસ્ટ્ર્રોરંટ ને 24 કલાક ચાલુ રાખવાની માંગ પહેલા પણ કરી હતી. આદિત્ય ઠાકરે  પોતાના પત્રમાં BMCમાં પ્રસ્તવની પણ વાત કરી હતી.જે 2013માં પાસ કરેલ હતી. 2015માં કમિશ્નરે પણ આ પ્રસ્તાવને પાસ કરેલ હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે આ શહેરના બિન-રહેળાક વિસ્તારમાં 24 કલાક ખોલી શકાય છે. પરંતુ આ પ્રાસ્તાવને રાજ્ય સરકાર આ પ્રાસ્તાવને મંજૂર કરે તેની રાહ છે.ઠાકરેએ તેના પત્રમાં આ કેસમાં સરકારને જે આવક મળી છે તેના વિશે પણ વાત કરી છે. આ સાથે, ઠાકરેએ મુંબઈના નાગરિકો પર વિશ્વાસ રાખવાની પણ માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.