Abtak Media Google News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત થઈ છે. ભારતે બીજા દિવસે 7 વિકેટ ગુમાવીને 443 રન બનાવીને બીજી ઈનિંગ શરૂ કરી હતી. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 6 રન બનાવ્યા હતા અને દિવસ પૂરો થઈ ગયો હતો. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા 151 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું.

ભારતના 443/7 સ્કોરની સરખામણીએ પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નથી. ત્રીજા દિવસે ઈશાંત શર્માએ તેવી ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર એરોન ફિંચને આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. ફિંચ માત્ર 8 રન કરીને આઉટ થઈ ગયો. તે સમયે ટીમનો સ્કોર માત્ર 24 રન હતો.

માર્ક્સ હેરિસે 12 રન કર્યા હતા અને બુમરાહે તેને આઉટ કરી દીધો. ઓસ્ટ્રેલિયન ટીમે લંચ પહેલાં ઉસ્માન ખ્વાજા અને શાન માર્શની વિરેટ પણ ગુમાવી હતી. લંચ પછી પણ ઓસ્ટ્રેલિયા ટીમની સ્થિતિ સારી નહતી દેખાતી. ટીમે 102 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા 151 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.