Abtak Media Google News

છ વર્ષથી વોન્ટેડ બનેને રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા

શહેરના સામાકાંઠા વિસ્તારના ચાંદીના વેપારી સાથે ૨૧ કિલો ચાંદીની ઠગાઇના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે રાજસ્થાનથી ઝડપી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સામાકાંઠા વિસ્તારના વેપારીનું ૨૧ કિલો ચાંદી લઇ છ વર્ષથી ફરાર થયેલા લકન ઉર્ફે મોન્ટી દયાળજી ખટીક અને આઝાદ રાધેશ્યામ સોની નામના શખ્સો રાજસ્થાનના ઉદયપુરના થુર ગામે રહેતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એચ.બી.ત્રિવેદી, સામતભાઇ ગઢવી અને સંજયભાઇ કુમારખાણીયા સહિતના સ્ટાફે બંનેની રાજસ્થાનથી ધરપકડ કરી બી ડિવિઝન પોલીસને સોપી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.