Abtak Media Google News

કાકા-ભત્રીજા એક્ટિવા પર કારખાને જવા નીકળ્યા બાદ અંતરિયાળ મોતથી પરિવારમાં અરેરાટી

શહેરમાં ટ્રાફિક સમસ્યા માટે પોલીસ દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે જીવલેણ અકસ્માતની ઘટના રોજીંદી બની ગઇ હોય તેમ નવા રીંગ રોડ પર બે દિવસ પહેલાં કોલેજીયન યુવાનનું ટ્રકની ઠોકરે મોત નીપજ્યા બાદ આજે સવારે કોઠારિયા ચોકડી પાસે ટ્રકની ઠોકરે એક્ટિવા ચાલક કારખાનેદરા યુવાનનું મોત નીપજયાનું પોલીસમાં નોંધાયું છે. અકસ્માતમાં મૃતકના કાકા ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા ગુરૂદેવ પાર્કમાં રહેતા દિવ્યેશ રમેશભાઇ કમાણી (ઉ.વ.૩૬) અને તેના કાકા પરસોતમભાઇ નરશીભાઇ કમાણી (ઉ.વ.૪૨) એક્ટિવા પર કારખાને કામ પર જઇ રહ્યા હતા ત્યારે કોઠારિયા ચોકડી નજીક પહોચ્યા ત્યારે પાછળથી પુર ઝડપે ઘસી આવેલા ટ્રકની ઠોકર લાગતા એક્ટિવા પરથી પરસોતમભાઇ કમાણી અને તેમના ભત્રીજા દિવ્યેશ કમાણી ફંગોળાતા ગંભીર રીતે ઘવાયેલા દિવ્યેશ કમાણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. જીલવેણ અકસ્માતના બનાવની આજી ડેમ પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.