Abtak Media Google News

સ્ટાર નેટવર્કની બધી ચેનલ પર  ૨૬મી જાન્યુઆરીએ  સવારે ૧૧ વાગ્યે  રજૂ થશેશું આમીર ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની નિષ્ફળતા છુપાવી શકશે?

આગામી શનિવારે આમીર ખાન પ્રોડક્શનની શોર્ટ ફિલ્મ રૂબરૂ રોશનીનું ટીવી પ્રિમિયર છે. સ્ટાર નેટવર્ક ની બધી ચેનલ પર તારીખ ૨૬ જાન્યુઆરીને શનિવારે  સવારે ૧૧ વાગ્યે ફિલ્મ રજૂ થશે.

જી ના, આ કોઈ સત્ય મેવ જયતે શો નો વધુ એક એપિસોડ નથી. પરંતુ એક ફિલ્મ છે. જેનું નિર્દેશન સ્વાતિ ચક્રવર્તી એ કર્યું છે. ફિલ્મ રૂબરૂ રોશની વિશે આમીર ખાન વધુ કઈ કહેવા માગતો નથી. આ  ફિલ્મ એક સામાજિક સંદેશ લઈને આવે છે. ફિલ્મ ના કલાકારો ની યાદી પણ ગુપ્ત રાખવામાં આવી છે.

તાજેતરમાં ફિલ્મ રૂબરૂ રોશનીનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. કરણ જોહર પરિનીતિ ચોપરા સન્ની લિયોન સન્યા મલ્હોત્રા જેક્લિન ફરનાન્ડીસ હીના ખાન પંકજ ત્રિપાઠી  જે ડી મજેઠિયા વિગેરે ફિલ્મના સ્ક્રીનિંગ વખતે હાજર હતા. જેમણે પણ ફિલ્મ જોઈ તેમણે તેના બે મોઢે વખાણ કર્યા છે.

આમીર ખાન ફિલ્મ રૂબરૂ રોશની ને સિનેમા માં પણ રિલીઝ કરી શક્યો હોત પરંતુ તે ઈચ્છે છે કે આ ફિલ્મ ટેલિવિઝન ના માધ્યમથી વધુ ને વધુ ઓડિયન્સ સુધી પહોંચી શકે. ફિલ્મનું ટાઇટલ રૂબરૂ રોશની આમીર ખાન ની જ ફિલ્મ રંગ દે બસંતી ના ગીત ના શબ્દો છે.

આ ગીત પ્રસૂન જોશી એ લખ્યું છે અને તેને એ આર રહેમાને સંગીત થી સવાર્યું છે. યોગાનુયોગ ફિલ્મ રંગ દે બસંતી ૨૬ મી જાન્યુઆરી ના દિવસે રિલીઝ થઈ હતી. હવે આ શનિવારે સવારે ૧૧ વાગ્યે સ્ટાર પ્લસ સહિત સ્ટાર નેટવર્ક ની બધી ચેનલ પર ફિલ્મ રૂબરૂ રોશની પ્રસારિત થઈ રહી છે.કહી શકાય કે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ની નિષ્ફળતા છુપાવવાની આ એક કોશિશ હોઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.