Abtak Media Google News

સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રી એસો. અને લોધિકા ઇન્ડસ્ટ્રી એસો. દ્વારા આયોજન

શહેરની પંચવટી હોટલ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ, આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન,  જીઆઇડીસી લોધીકા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા મીનીસ્ટ્રી ઓફ કોમર્સ  એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા ડીજીએફઆઇ રાજકોટના સહયોગથી એકસપોર્ટસ એનડ ઇમ્પોર્ટસ મીટ ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના ઉઘોગકારો જોડાયા હતા. આ તકે બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશ્નર પીટર કુક તેમજ ડેપ્યુટી ડિરેકટર ઓફ ફોરેમ ટ્રેડ સુવિધ શાહ પણ ઉ૫સ્થિત રહ્યા હતા.Vlcsnap 2019 03 08 12H34M51S123

બ્રીટીશ ડેપ્યુટી હાઇ કમિશ્નર પીટર કુકે જણાવ્યું હતું કે આજે રાજકોટમાં હું બીઝનેશ રીલેશન વધે તે માટે આવ્યો છું. અમારી પાસે ઘણી બધી બિઝનેશની તકો છે તેમજ રીલેશન પણ મજબુત બની શકે. સૌરાષ્ટ્રમાં ઘણા ઉઘોગકારો છે કે જેઓ બ્રિટનમાં બિઝનેસમાં આગળ વધવા માંગતા હોય તેમના વચ્ચે એક સેતુ બંધાય અને બિઝનેસમાં વધુ આગળ વધી શકીએ તેમાં માટે આજે હું અહીં આવ્યો છું અને ઘણી બધી તકો મળી રહી છે.Vlcsnap 2019 03 08 12H34M56S166

ડેપ્યુટી ડિરેકટર ફોરેમ ટ્રેડ ડીજીએફટી સુવિધ શાહે જણાવ્યું હતું કે આ એકસપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ મીટમાં આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઉઘોગકારો બ્રિટનમાં ફરીવાર પોતાનો બિઝનેસ વધારી શકે તેમજ ઇમ્પોર્ટ-એકસ્પોર્ટ કે બીઝનેસની તકો ઉભી થાય તે હેતુથી કરવામાં આવ્યો છે. જેથી કરીને ફોરેનમાં પણ બીઝનેસ વ્યાપ વધી શકે તેમજ દરેક ઉઘોગકારોને ફાયદો થાય.Vlcsnap 2019 03 08 12H35M00S216

આ તકે એસવીયુડબલ્યુ ના પરાગભાઇ તેજુરાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી એવિયુડબલ્યુ  દ્વારા વિદેશનાં વેપારીઓને જે રાજકોટ લઇ આવવાનું શરુ કરવામાં આવ્યું છે. તેના જ ભાગરુપે આ કાર્યક્રમ છે. ડેપ્યુટી હાઇ કમિશ્નર પીટર કુક જે અહીં આવ્યા છે. તેમનો ઘ્યેય

રાજકોટની કે સૌરાષ્ટ્રની સારી સારી કંપનીઓને બ્રિટનની સારી કંપનીઓ સાથે ટાઇઅપ કરાવવું તે છે. જેથી કરીને ટેકનોલોજી ટ્રાન્સફોર્મ એકસપોર્ટ અથવા તો પાર્ટનરશીપ માટે આગળ વધી શકે આમ, સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં વિદેશના પ્રતિનિધિ મંડળો આવવા જોઇએ તે એક મુખ્ય ઉદ્દેશ છે જેથી સૌરાષ્ટ્રના ઉઘોગકારોને તેનો વ્યાપક લાભ મળી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.