Abtak Media Google News

અનુસ્નાતક ભવનોમાં ૧૧ માસના કરાર આધારિત એસો.આસી.પ્રોફેસરની ભરતીનો નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કેમ્પસમાં રૂ.૨૭.૩૪ લાખના ખર્ચે એલ..ડી લાઇટ નાખવામાં આવશે: સાવરકુંડલાના વંડાની જી.એમ.બીલખીયા કોલેજ બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તરીકે મારવાણીયા ને પરત લેવા માટે આજની સિન્ડિકેટની બેઠકમાં ઘમાસાણ મચી ગયુ હતું . કુલપતિ અને ઉપકુલપતિએ અર્થશાસ્ત્ર ભવનના હેડ મારવાણીયાને હટાવી નવા અધ્યક્ષ તરીકે એમ.આર.શાહ ની નિમણૂક થતા સંઘના શિક્ષણવિદોએ મારવાણીયાને હેડ તરીકે પરત લેવા માટે ધમપછાડા કર્યા હતા.

યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના પ્રો.રાકેશ જોષીએ વિદ્યાર્થીની સાથે કરેલી જતીય સતામણીના પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ ઘટનાની મોડી જાણ કરતા અર્થશાસ્ત્ર ભવનના હેડ મારવાણીયાને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

જેથી સિન્ડિકેટ સભ્ય ડો.ભરત રામાનુજ, કમલ મહેતા,રવિસિંહ ઝાલા સહિતના કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી સમક્ષ રજુઆત કરી હતી કે મારવાણીયા નિર્દોષ છે જેથી તેમને અધ્યક્ષ પદેથી દુર કરવામાં ના આવે. જોકે તેમ છતાં કુલપતિ-ઉપકુલપતિ પોતે લીધેલા નિર્ણય પર અકબંધ રહ્યા હતા અને હેડ મારવાણીયાને દૂર કરી સિનિયર મોસ્ટ આસી.પ્રો એન.આર.શાહને અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તરીકે નિમણુંક આપી હતી.

નવી નિમણુંક થયા બાદ પણ અર્થશાસ્ત્ર ભવન ના તમામ અધ્યાપકો સત્તાધીશોને મળ્યા હતા અને અધ્યક્ષ મારવાણીયાને પરત લેવા માંગ કરી હતી. દરમિયાન આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સંઘ પ્રેરીત સિન્ડિકેટ સભ્યોએ મારવાણીયાનો મુદ્દો ઉછાર્યો હતો અને હેડ તરીકે મારવાણીયાને પરત લેવા માંગ કરી હતી.

આજની સિન્ડિકેટની બેઠકમાં અન્ય મુદ્દાઓ ની વાત કરીએ તો ૧૧ માસના કરાર આધારીત ૮ એસો.આસી.પ્રોની ભરતીનો નિર્ણયની વિચારણા કરાઈ હતી. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીઓ અને ટેક્નિકલ સ્ટાફને પગાર વધારો મળ્યો ન હોવાથી તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં રૂ.૨૭.૩૪ લાખ ના ખર્ચે એલ.ઈ.ડી લાઈટ ફિટ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો.

આ ઉપરાંત અન્ય યુનિવર્સિટીમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા ૧હજાર જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટનું વેરીફીકેશન થયું નથી તો તે બાબતે પણ નિર્ણય લેવાયો હતો સાથે જ સી.બી.સી.એસ બાહ્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની પરીક્ષાના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર ન કરતા ફક્ત તેઓની પરીક્ષા વાર્ષિક લેવા બાબતે પણ વિચારણા થઇ હતી.

ઈતિહાસ ભવનના આસી.પ્રો.તરીકે ડો.સુનિતાબેન પિયાજાની નિમણુંક કરવી કે નહીં તે બાબતે પણ ચર્ચા થઈ હતી. પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણુંક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ૩ વર્ષ માટે તેમની રજા મંજૂર કરવામાં આવી હતી. ફાયનાન્સ કમિટીએ મુકેલો વાર્ષિક હિસાબ મંજુર કર્યો હતો અને સાવરકુંડલાના વંડાની જી.એમ.બીલખિયા કોલેજ બંધ કરવાનો નિર્ણય પણ લેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.