Abtak Media Google News

માણાવદરમાં  અબતક સાંધ્ય દૈનિકની ઓફિસની મુલાકાત લેતા પૂર્વ પાસ ક્ધવીનર રેશમાબેન પટેલ 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાંથી અડધો ડઝનથી વધારે ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ હવે ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે પણ બે દિવસ પહેલાં એક પ્રેસ કરીને  ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે, અને તેમને આડકતરી રીતે અપક્ષમાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી દીધી છે. રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભા અને પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ભાજપને અલવિદા કહ્યા બાદ રેશ્મા પટેલે ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી હતી. તેમને જણાવ્યું કે, હું લોકસભા અને પેટા ચૂંટણી લડવા માંગું છું.

આ સાથે તે પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, આ સિવાય માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પોતાને ઝંપલાવવાની જાહેરાત કરી હતી.રેશ્મા પટેલે ભાજપને રામ રામ કહ્યા બાદ જણાવ્યું હતું કે, મને કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ, પરંતુ મારો ચૂંટણી લડવાનો નિર્ણય અડગ છે. હાલ મેં ચૂંટણીને લઇને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે. રેશ્માએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ સીધા આરોપ લગાવતા જણાવ્યું હતું કે, BJPને પાડવા માટે એક થઈને લડવું પડશે. ભાજપ હંમેશાં પોતાનું ધાર્યું કરતો પક્ષ છે. તે હંમેશાં મહિલાઓ સાથે અન્યાય કરે છે.

મારો તે તમામ પક્ષોમાં પટેલ મહિલાઓને પ્રાધાન્ય ન આપતા તેની સામે મારો વિરોધ છે.તમને જણાવી દઇએ કે, કોંગ્રેસમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ અસંતોષના કારણે ભાજપમાં જોડાઇ રહ્યા છે. તો બીજી બાજુ ભાજપના પણ અનેક નેતાઓ પક્ષપલ્ટુંઓને મળતા સમ્માન સામે નારાજ દેખાઇ રહ્યા છે. પોરબંદરમાં એનસીપી અને કોંગ્રેસનો પહેલાથી દબદબો રહ્યો છે. એટલે જો રેશ્મા પટેલને એનસીપીમાં પોરબંદરની ટિકીટ આપવામાં આવે, અને જોગાનુંજોગ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તો રેશ્મા પટેલ પોરબંદરની સીટ પરથી ચૂંટણી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી શકે છે.બીજી બાજુ રેશ્મા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

રેશ્માએ ભાજપને કહ્યું કે, ભાજપ અંદરથી ખોખલું થઇ ગયું છે, જેથી ખોખલા થઇ રહેલું ભાજપ હાલ કોંગ્રેસમાં તૈયાર થયેલા કદાવર નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી મજબૂત બનવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભાજપની આ મૂરાદ પુરી નહીં થાય. રેશ્માએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, પાર્ટી મજબૂત છે તો કોંગ્રેસના નેતાઓને શા માટે ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે.રેશમા પટેલે લોકસભાની ચૂંટણી લડવા વિશે જણાવ્યું હતું કે, હું લોકસભાની ચૂંટણી લડીશ જ અને લડવાની જ છું. મારે સમાજની મહિલાઓ, યુવાઓ માટે કામ કરવુ છે, એટલે હું વિપક્ષમાં બેસીને ચૂંટણી લડીશ.

ભાજપ જે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરી રહ્યા હતા તે ઘૂંટણીયે પડીને કોંગ્રેસના નેતાઓને પોતાનામાં જોડાવા લાચાર બન્યા છે. રેશ્મા પટેલે ભાજપને આકરા સવાલો પુછ્યા કે, શું ભાજપ પાસે તૈયાર કરેલા નેતા નથી? કોંગ્રેસમાંથી તૈયાર થયેલા નેતાઓને પાર્ટીમાં જોડી ભાજપ શું સાબિત કરવા માંગે છે? અમિત શાહની તાનાશાહીથી કાર્યકરો હવે થાકી ગયા છે.

હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પ્રચારમાં જઇશ અને મારો તેને ટેકો છે. હાર્દિકના સમર્થનમાં પ્રચાર કરીશ.રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉપલેટાને મે મારૂ ચૂનાવી સેન્ટર બનાવ્યું છે. પોરબંદર લોકસભા અને માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે કે ગઠબંધનમાં તક નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ. તેમજ મે લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન મેં શરૂ કર્યું છે.

માણાવદર અબતક ન્યૂઝ પેપરના રીપોર્ટર જીજ્ઞેશ પટેલ ને રેશમાબેન પટેલ જણાવ્યુ હતું કે ભાજપની ખોટી નીતિઓ અને ખોટી યોજનાઓના માર્કેટિંગ દ્વારા જનતાને છેતરવાનું કામ શીખવાડવામાં આવે છે અને કરવામાં આવે છે ભાજપના નેતાઓની તાનાશાહી, માનસિકતા હંમેશા કાર્યકરોને દબાવે છે કાર્યકરોને મજૂરીયા બનાવી માત્ર ગધા મજૂરી માટે જ પક્ષમાં રાખવામાં આવે છેમારી સહનશક્તિ નથી એટલા માટે હું લોકહિત માટે મે રાજીનામું આપ્યું છે તાનાશાહી નેતાઓની પાપની ભાગીદારીમાંથી મુક્ત થાવ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.