Abtak Media Google News

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસિફાયરના વપરાશને કારણે શહેરમાં હવાનું પ્રદુષણ વધતું હોવાની ઉઠેલી ફરિયાદને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કોલગેસના વપરાશ પર પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યારબાદ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ આ ચૂકદાનો કડક અમલ કરવા કટિબદ્ધ બન્યું છે. ગાંધીનગરથી જી.પી.સી.બી.ની ચાર ટીમે મોરબી દોડી આવીને સિરામીક એકમોમાં પ્રતિબંધિત કોલગેસનો વપરાશ થાય છે કે નહીં? તે જાણવા સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં 600 યુનિટોમાં કોલગેસ બંધ કરવામાં આવ્યો હતો.

મોરબીના પ્રદૂષણ બોર્ડની ટીમ પણ જોડાઇ હતી. આ અંગે મોરબીના પ્રદૂષણ નિયત્રણ બોર્ડના અધિકારી કાપડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ ગાંધીનગરની ટીમોએ મોરબીના સિરામિક એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને અત્યાર સુધીમાં આશરે 652 સિરામિક યુનિટો ચેક કરાયા હતા.

જેમાંથી 600 યુનિટમાં કોલગેસ બંધ કરાયો હતો. 287 જેટલા સિરામિક યુનિટો કોલગેસમાંથી નેચરલ ગેસ વાપરતા થયા છે તેથી નેચરલ ગેસનો વપરાશ આશરે 20 લાખ ક્યુબીક મીટરથી વધીને 35 લાખ ક્યુબીક મીટર જેટલો થયો છે. આ અંગેનો સંપૂણ અહેવાલ વડી કચેરીએ મોકલાવ્યો છે. ગાંધીનગરથી ત્રાટકેલી 4 ટીમની તપાસ શરૂ છે. તપાસના અંતે સાચી વિગતો બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.