Abtak Media Google News

ગઠબંધનના ગણિતમાં ભાજપ અવ્વલ નંબરે ત્યારે કોંગ્રેસને ગ્રેસીંગમાં પણ ફાફા

લોકસભાની ચુંટણીના રાજકીય જંગમાં આ વખતે ગુજરાત દિલ્હીના ગઢ માટે મહત્વની સીડી બનવા જઈ રહ્યું છે ત્યારે આ વખતની લોકસભાની ચુંટણી જાણે ગઠબંધન પર લડાશે તેવી વાત પણ સામે આવી રહી છે. ભાજપ દેશના તમામ પક્ષો સાથે ગઠબંધન કરવામાં ખુબ જ સફળ નિવડયું છે. જયારે કોંગ્રેસ પક્ષ પોતાના સાથી પક્ષો સાથે તમામ રાજયોમાં ગઠબંધનમાં અનેકવિધ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કહેવામાં આવે છે કે, ગઠબંધનના ગણિતમાં ભાજપ અવ્વલ નંબર પર છે જયારે કોંગ્રેસને હજી પણ ગ્રેસીંગમાં ફાફા હોય તેવું સામે આવી રહ્યું છે.

ભાજપે ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો અકબંધ રાખવા માટે ગંભીરતાથી રાજકિય વ્યુહરચનાના પાસા વ્યવસ્થિત ગોઠવવામાં મશગુલ છે તો બીજી તરફ કોંગ્રેસ માટે આ વખતે ગુજરાતમાં વહરો એટલો નિશ્ર્ચિત છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ બે દિવસ પહેલા કોંગ્રેસનો મોટો આંચકો આપતી જાહેરાતમાં એનસીપી ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપી બંને હજુ રાજયમાં ગઠબંધનની તકનો પુરો અવકાશ હોવાનું જણાવી રાજયમાં ૪થી એપ્રિલના ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી આ શકયતા પ્રવર્તીત હોવાના નિર્દેશો પણ આપ્યા છે. ગુજરાતની રાજકિય પરિસ્થિતિ અને જ્ઞાતિના સમીકરણોની ચુંટણી પર પડનારી અસરની વાત કરીએ તો રાજયમાં અત્યારે મોદીવેવ, સર્જિકલ સ્ટ્રાઈક, દેશભકિતનો માહોલ અને રાજયમાં ભાજપ સરકારના વિકાસ કામોની આગેકુંચ જેવા પરીબળો ભાજપનું પલડુ ભારે કરતું હોય તેવું મનાઈ છે. ભાજપે ગુજરાતમાં આ વખતની ચુંટણી રણનીતિમાં, ટિકિટ ફાળવણીમાં, કયાંક અસંતોષનો અવરોધ અને રાજકીય મતોનું ધ્રુવીકરણનો ધુમાડો નડતરરૂપ ન બને તે માટે પક્ષના નેતાઓની સાથે સાથ નેતાઓને કેશરીયો ખેસ પહેરાવી કમળને જીતાડે તેવી અનેકવિધ જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.

એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે કહ્યું હતું કે, રાજયમાં ફોર્મ ભરાવવાના છેલ્લા દિવસ સુધી એનસીપી ગઠબંધન દ્વારા ખુલ્લા રાખવામાં આવશે. અલબત રાજયમાં તમામ ૨૬ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની પક્ષની પૂર્ણ તૈયારી છે. એનસીપી લોકસભાની તમામ ૨૬ બેઠકો ઉપરાંત વિધાનસભાની બેઠકોની પેટાચુંટણીમાં પણ ઉમેદવારો ઉભા રાખશે. એનસીપીએ પોરબંદર, પંચમહાલ અને ગાંધીનગરની બેઠક પરની ટીકીટ વહેંચણીની સમજુતી મુજબની ગણતરી આ વખતે પણ યથાવત રાખી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.