Abtak Media Google News

જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ભાગ-૩

આ ડોકટરે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને ગોવામાંથી નિકાસ થતા પશુઓના હેલ્થ સર્ટીફીકેટો કાઢી આપ્યાનાં જીવદયા પ્રેમીઓના આક્ષેપ: આ ડોકટરની કૌભાંડ લીલાના તમામ પુરાવા એકઠા કર્યા બાદ હાઈકોર્ટમાં તેને ખુલ્લો પાડવા થઈ રહેલી તજવીજ

કચ્છના તૃણા બંદરેથી જીવતા પશુઓની થતી નિકાસમાં અંજારના સરકારી વેટરનીટી ડોકટર દ્વારા પોતાના આર્થિક સ્વાર્થ માટે હરામીપણુ આચરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે. આ સમગ્ર મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરતા આ વેટરનીટી ડોકટરની નિકાસકારો સાથે મિલીભગત હોય પશુઓના હેલ્થ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં અનેક ગેરરીતીઓ આચરવામાં આવી રહી છે.

આ ડોકટર દ્વારા તૃણા બદર પરથી ગોવામાંથી નિકાસ થતા પશુઓના હેલ્થ સર્ટીફીકેટ ઇસ્યુ કરાતા હોવાના તથા એક જ નંબરના હેલ્થ સર્ટીફીકેટ એક કરતા વધારે નિકાસકારોને અપાતા હોવાનું ખુલવા પામ્યું છે. રાજય સરકારે જીવતા પશુઓને તૃણા બંદરેથી નિકાસ કરવા પર મુકેલા પ્રતિબંધ દરમ્યાન વેટરનીટી ડોકટરોને પશુઓના હેલ્થ સર્ટીફીકેટ ઇસ્યુ નહી કરવા સુચના અપાઇ હોવા છતાં અંજારના આ ડોકટર માનવતા સાવ નેવે મુકીને હજુ પણ ગેરકાયદેસર હેલ્થ સર્ટીફીકેટ ઇસ્યુ કરી રહ્યાનું ખુલવા પામ્યું છે.

અખાત સહિતના વિદેશોમાં થતાં જીવતા પશુઓની નિકાસ સમયે જે તે દેશોના નિયમોનુસાર પશુ જે પશુઓનું આરોગ્ય સારુ છે અને તેમને એકપણ રોગ નથી તેવા સરકારી વેટરનીટી ડોકટર હેલ્થ સર્ટીફીકેટની જરુરીયાત પડે છે. જેથી, નિકાસકારોએ તૃણા બંદર જેમના કાર્યક્ષેત્રમાં આવે છે તે અંજાર વેટરનીટી હોસ્પિટલના એક હરામી વેટરનીટી ડોકટરને ફો. લીધા હતા. આ વેટરનીટી ડોકટર પોતાના આર્થિક સ્વાર્થમાં આડેધડ  એક જ દિવસમાં હજારો પશુઓના હેલ્થ સર્ટીફીકેટો કરવા લાગ્યા હતા.

જીવદયા પ્રેમીઓ આ અંગે એકઠા કરેલા પુરાવાઓમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. જે મુજબ આ ડોકટરે પોતાના આર્થિક સ્વાર્થમાં એક જ નંબરના સર્ટીફીકેટ બે-બે નિકાસકારોને ઇસ્યુ કરી દીધા હતા. તા. ૧૯-૧૨-૧૬ ના રોજ ઇસ્યુ કરેલું  સર્ટીફીકેટ નં. ૨૪૩ માં આ ડોકટરે એક અંજારની એસ.એચ. એકમમાંં ઇસ્યુ કરીને ૨૬૭ ઘેટાને તેને ચેકઅપ કરીને પગ અને મોંઢાના રોગોની પીપીઆર અને શીપ પોકસ રસીઓ આપ્યાનું તથા કવોરન્ટાઇને પણ કર્યાનો જણાવ્યું છે.

જયારે તા. ૧૯-૧૨-૧૬ ના રોજ આ જ નંબર ૨૪૩થી આ ડોકટરે તેને અમીના ટ્રેડર્સ ભુજ નિકાસકાર કંપની ૧૭૨૪ બકરીઓના આરોગ્યની ચકાસણી કરીને પગ અને મોંઢાના રોગોની રસી આપી હોવાનું હેલ્થ સર્ટીફીકેટ આપ્યું છે. જેથી, સ્પષ્ટ થાય છે કે આર્થિક લાલચ માટે બેફામ બનેલા આ ડોકટર એક જ દિવસમાં એક વેટરનીટી ડોકટર ૯૬ થી વધુ પશુઓને તપાસી ન શકે તે કાયદાના ઉલ્લધન કરવાની સાથે એક જ નંબરના સર્ટીફીકેટો બે અલગ નિકાસકાર પેઢીઓને આપીને તમામ સરકારી નીતીનિયમોનું છડેચોક ઉલ્લંધન કરી રહ્યા છે.

આ ડોકટર માત્ર તૃણા બંદરેથી નિકાસ થતા પશુઓ માટે ખોટા હેલ્થ સર્ટીફીકેટો ઇસ્યુ કરવાની સાથે અનેક કિસ્સાઓમાં પોતાના કાર્યક્ષેત્રની બહાર જઇને ગોવામાંથી નિકાસ થતા પશુઓના હેલ્થ સર્ટીફીકેટ આર્થિક  લાલચમાં આવીને ઇસ્યુ કર્યાનો જીવદયાપ્રેમીઓએ આક્ષેપ કર્યો છે.

કચ્છના તૃણા બંદરેથી જીવતા પશુઓની નિકાસ સામે જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામ્યા બાદ રાજયની ‚પાણી સરકારે તેના પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો. જેથી રાજય સરકારના પશુપાલન નિયામક ગાંધીનગરે તા. ૧૪-૧૨-૧૮ ના એક પરિપત્ર કરીને તૃણા બંદરેથી જીવતા પશુઓને કવોરન્ટાઇન કરવાની સુવિધા ન હોવાના મુદ્દે પશુઓની નિકાસ પર પ્રતિબંધ મુકીને રાજયના વેટરનીટી ડોકટરે હેલ્થ સર્ટીફીકેટ ઇસ્યુ કરવા પણ પ્રંતિબંધ મુકી દીધો હતો. તેમ છતાં આ ડોકટર પોતાના આર્થિક સ્વાર્થ માટે હજારો પશુઓના હેલ્થ સર્ટીફીકેટો સમયાંતરે આપ્યા રહ્યા છે જીવદયા પ્રેમીઓના આક્ષેપો મુજબ ૧૬ માસના સમયમાં આ ડોકટરે ૧ર થી ૧૩ લાખ પશુઓના હેલ્થ સર્ટીફીકેટો ઇસ્યુ કર્યા છે.

કવોરન્ટાઇન સુવિધા માટે જીવદયા પ્રેમીઓએ એકઠી કરેલી માહીતી મુજબ નવી મુંબઇમાં આવેલી કેન્દ્ર સરકારની પશ્ર્ચિમ રીજીશન એનીમલ કવોરન્ટાઇ એનડ સર્ટીફીકેશન સેવા કચેરી દ્વારા સ્પષ્ટ કરાયું છે એક બોટમાં કવોરન્ટાઇન કરવા માટે ૬૦૦ થી વધુ પશુઓને રાખી શકાતા નથી. જયારે આ વેટરનીટી ડોકટરે તેના ઇસ્યુ કરેલા હેલ્થ સર્ટીફીકેટમાઁ  એક સાથે ૭૦૦ થી ૯૦૦ જેટલા પશુઓને કવોરન્ટાઇન કર્યાના ઉલ્લેખ કર્યો છે. આ કચેરીએ પશુઓને કવોરન્ટાઇન થયું છે કેમ કે તે ચકાસવાની જવાબદારી કસ્ટમ તંત્રની જવાબદારી માત્ર નિકાસકાર સટીફછકેટ રજુ કર્યુ છે કે કેમ ? જે જ ચકાસવાની છે. ઉપરાંત આ કચેરી સ્૫ષ્ટ કર્યુ છે. તેને ૨૦૧૫ થી ૨૦૧૮ સુધીમાં તૃણા કે ગુજરાત ના એકપણ બંદરે કવોરન્ટાઇન કર્યુ નથી.

જેથી કાયદાની રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને આ વેટરનીટી ડોકટરે નિકાસકારો સાથે મળીને બેફામપણે પશુઓના હેલ્થ સર્ટીફીકેટો ઇસ્યુ કરવા લાગ્યા હતા. પરતુ આખરે પાપ છાપરે ચડીને પોકારે તે કહેવત મુજબ આ ડોકટરે આચરેલી ગેરરીતીનો પર્દાફાશ થવા પામ્યો છે. જીવદયા પ્રેમીઓએ આ ડોકટરે ઇસ્યુ કરેલા હેલ્થ સર્ટીફીકેટમાં દર્શાવ્યા મુજબ પશુઓને આપવામાં આવેલી વિવિધ રોગોની રસીઓ અંજાર વેટરનીરી હોસ્પિટલ માં ઉપલબ્ધ હતી કે કેમ? તેની વિગતો પણ બહાર લાવવા પ્રયાસો હાથ ધર્યા છે. આ વિગતો આવ્યા બાદ આ ડોકટરે લાખો પશુઓ સાથે કરેલા હરામીપણાના કરતુતો ગુજરાત હાઇકોર્ટમાં રજુ કરીને તેના પાપની સજા અપાવવા તજવીજ આદરવામાં આવશે તેમ જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.