Abtak Media Google News

તંત્ર દ્વારા છૂટો દોર અપાયાની પ્રતિતિ: સબ સલામતના ગાણા

ધ્રાગધ્રા સહિત સમગ્ર જીલ્લામા ચાલતા ગેરકાયદેસર ખનનને જાણે પરમિશન મળી ગઇ હોય તે માફક એક મહત્વની પોલીસ બ્રાન્ચના અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનનને છુટો દોર આપતા કોલસા, સફેદમાટી સહિતના ખનીજની બેફામ ચોરી શરુ થઇ છે. જ્યારે ધ્રાગધ્રા પંથકમા ચાલતો રેતી ચોરીનો ક્રેઝ ઘટીને હવે ભુમાફીયાઓ સફેદમાટીના ખનન તરફ વળ્યા છે સફેદ સોના જેટલી કિમતી ગણાતી સફેદ માટીનો ઉપયોગ મોરબીના સીરામિક ઉધોગમા થાય છે.

જેમા સફેદમાટીની માંગ પણ ખુબજ રહેલી છે રાજસ્થાન સિવાય ગુજરાતના ઝાલાવાડ વિસ્તારમા અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન કરી સફેદમાટી મોરબી પહોચાડવામા આવે છે. જેમા ધ્રાગધ્રા પંથકના કેટલાય ગામોમા ભુમાસીયાઓ દ્વારા પોતાના માલિકીની જમીન હોય તે રીતે ગૌચર જમીનોમા અડ્ડો જમાવી ખનન શરુ કરે છે. એટલુ જ નહિ ગ્રામજનો અથવા સ્થાનિક લોકો આ ભુમાફીયાઓને રોકવા અથવા ઉચ્ચ અધિકારીઓને રજુવાત કરે છે કે તુરંત ભુમાફીયાઓ ઝગડા પર ઉતરી જાય છે. જ્યારે ધ્રાગધ્રા તાલુકાના અધિકારીથી માંડીને છેક સુરેન્દ્રનગર ઉચ્ચ અધિકારી સુધી ભુમાફીયાઓ પોતાનુ ષડયંત્રનો પથારો કરીને બેઠા હોય છે.

જેના લીધે સામાન્ય લોકોની રજુવાત કોઇ સાંભળતુ નથી જ્યારે હાલમાજ ધ્રાગધ્રા પંથકમા શરુ થયેલી સફેદમાટીના ખનન સાથે અનેક સુરેન્દ્રનગર પોલીસ ખાતામા મહત્વની બ્રાન્ચના અધિકારીઓની સાંઠ-ગાંઠે ભારે ચચાઁ જગાવી હતી. જે બાદ ગઇકાલે ખાણ-ખનિજ વિભાગની ટીમને ધ્રાગધ્રા ડે.કલેક્ટર દ્વારા લોકોની રજુવાતને લઇને જાણ કરતા મોડી રાત્રે ખાણ-ખનિજ વિભાગની ટીમ ઘનશ્યામગઢ ખાતે ત્રટકી હતી પરંતુ બાદમા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સબ સાલામતનુ રટણ કરી નરી આંખે દેખાતા ખનનને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ જોઇ શક્યા ન હતા.

ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા મોડીરાત્રે ઘનશ્યામગઢ ગામે ગેરકાયદેસર સફેદમાટીના ખનન પ્રકિયામા એકાદ બે હીટાચી મશીન ઝડપી પાડ્યા હોવાની પણ માહિતી મળી હતી છતા હાલના સમય સુધી સરકારી ચોપડે ઘનશ્યામગઢ ગામે દરોડામા કેટલો મુદ્દામાલ ઝપ્ત કરાયો તેનો ઉલ્લેખ અથવા માહિતી અપાઇ નથી જેથી સ્પષ્ટ રીતે ખાણ-ખનીજના દરોડા બાદ તુરંત જ ઘીના ઠામમા ઘી પડી ગયુ અને ગેરકાયદેસર ખનનને ફરીથી લીલીઝંડી મળી હોય તે રીતે ધમધોકાર સફેદમાટીનુ ખનન શરુ થયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.