Abtak Media Google News

નવા સુરજદેવળ મંદિરે કાઠી સમાજના ગૌરવંતા ઇતિહાસને ઉજાગર કરતા લોક ડાયરાનું મંગળવારે ભવ્ય આયોજન

જૂના સુરજદેવળ મંદિરે સુર્ય ઉપાસકને સુરજદાદાએ સપનામાં આવી સંકટ સમયે સહાય કર્યાની અને ૩૦૦ વર્ષ પૂર્વે સુજાતખાને સુર્ય મંદિર પર કરેલા હુમલા સમયે કાઠી સમાજે સાડા ત્રણ દિવસ ઉપવાસ કરી સુર્યદેવની આરાધના કરી’તી

વર્ષોની પરંપારા મુજબ મોટી સંખ્યામાં સુર્ય ઉપાસકો પોતાના ઇષ્ટદેવને રિઝવવા ઉપવાસમાં જોડાશે

આજના વિજ્ઞાન યુગમાં જગત આખાએ સુર્ય શક્તિ અમાપ હોવાનું સ્વિકાર્યુ છે ત્યારે કાઠી સમાજે સુર્યદેવને પોતાના ઇષ્ટદેવ તરીકે પૂજા, અર્ચના અને ઉપાસના કરી છે. આખુ જગત સુર્યનું સ્વરૂપ આત્મા છે સુર્ય એ કોઇ ભૌતિક પદાર્થ નથી સાક્ષાત બ્રહ્મ ‘આસવ, આદિત્ય બ્રહ્મ પરમેશ્ર્વર છે’ તેમાં કોઇ આશ્ચર્ય નથી સુર્ય પૂજાનું મહત્વ શુ છે. તે જગત આખુ જાણે જ છે. હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોમાં સુર્યદેવનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને કાઠી સમાજના ઇષ્ટદેવ સુર્યદેવની આરાધના માટે દર વર્ષેના વૈશાખ સુદ એકમથી અખાત્રીજ એમ સાડા ત્રણ દિવસના ઉપવાસ કરી ગણેશ ચોથના દિવસે પારણા કરી સુર્યદેવની ઉપાસના કરે છે.

કાઠી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ કરાતા ઉપવાસ અંગે કાઠી સમાજના આગેવાન, આધ્યાત્મ, લેખન, સંશોધન, સાહિત્ય, વક્તા અને વિવેચન સાથે આગવી શૈલી સાથે કાવ્ય રચીતા સેજકપર ભનુભાઇ ખવડ સાડા ત્રણ દિવસના કાઠી સમાજ દ્વારા કરવામાં આવતા ઉપવાસ અંગે રસપ્રદ માહિતી આપતા કહ્યું હતું કે, સુર્યના ઉપાસકને જૂના સુરજદેવળ મંદિરે સુર્યદાદાએ સપનામાં આવી કાઠી સમાજના સંકટ સમયે સહાય કરી હોવાથી ઉપવાસ કરવામાં આવે છે.Img 20190504 Wa0008

જ્યારે બીજી એક એવી પણ લોકવાયકા છે કે, જૂના સુરજદેવ મંદિર પર સુબેદાર સુજાતખાને હુમલો કરી મંદિર ખંડિત કર્યુ ત્યારે કાઠી સમાજને એક થવા અને વિધર્મિ આક્રમણ સામે વિજય થવા કાઠી દરબારોએ પોતાના પૂર્વજોની વિરગતીની યાદમાં પોતાના ગૌરવંતા ઇતિહાસની પંરપાર જાળવવા માટે સુર્યદેવની આરાધના કરવા માટે જૂના સુરજદેવ મંદિરે સાડાત્રણ દિવસના ઉપવાસ કર્યા હોવાથી કાઠી દરબારો દ્વારા વૈશાખસુદ ૧થી સાડા ત્રણ દિવસ ઉપવાસ કરવામાં આવે છે.

ચોટીલા તાલુકાના થાન નજીક આવેલા જૂના સુરજદેવળ મંદિર અને નવા સુરજદેવળ મંદિરે મોટી સંખ્યામાં કાઠી દરબારો ધાર્મિક આસ્થા સાથે આવી સાડા ત્રણ દિવસ સુધી માત્ર પ્રવાહી પર રહી સુર્યદેવની પૂજા, અર્ચના સાથે આરાધના કરે છે. સુરજદેવળ મંદિર ખાતે ગૌશાળાના લાભાઅર્થે લોકડાયરાનું તા.૭ને મંગળવારે આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરામાં સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, ભજનીક બીરજુ બારોટ, સાહિત્યકાર હરેશદાન સરૂ અને ઉદયભાઇ ધાધલ પોતાની આગવી શૈલીમાં લોક સાહિત્ય અને ભજનની રમઝટ તેમજ સંતવાણી રજુ કરનાર છે.

Bhanubhai Khavad

સૌપ્રથમ સવંત ૧૯૬૭માં કારતકવદી ૩ને શનિવારે જસદણ મુકામે દરબાર સાહેબના અધ્યક્ષ સ્થાને કાઠી દરબારોની મિટીંગ બોલવવામાં આવી હતી. તે મિટીંગમાં ચોટીલાના દરબારશ્રી રાણીંગબાપુ સોમલાબાપુએ પોતાના દેવસર ગામનો ટીંબો સુર્યાર્પણ કર્યો તે તમામ કાઠી દરબારોએ સ્વીકારી લીધો અને દરેક કાઠી દરબારોએ સાંતિ દીઠ એક રૂપિયો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દુધરેજ વડવાળા મંદિરના મહંતશ્રી પૂજય ગંગારામદાસબાપુના શિષ્ય પૂ.ભગવાનદાસજી બાપુને કાઠી દરબારોએ ઈ.સ.૧૯૭૦ પોષવદી પાંચમને શુક્રવારે નવા સુરજદેવળ મંદિર બાંધવાની અને સંભાળવાની જવાબદારી સોપવામાં આવી હતી.

પૂ.ભગવાનદાસજી બાપુની વૃધ્ધાવસ્થાના કારણે સવંત ૧૯૭૭ કારતકવદી ૧૫ના દિવસે પૂ.ત્રિકમદાસ બાપુને લઘુ મહંત તરીકે નિમવામાં આવ્યા હતા.પૂ.ભગવાનદાસ બાપુને માંડવ ઋષિનો અવતાર કરેવામાં આવતો તેમના શિષ્ય પૂ. ત્રિકમદાસ બાપુ રામાયણમાં મહાન વિદ્યવાન પુરૂષ હતા તેઓએ એક સમયે સાધુના બાળકોને રામાયણ ભણાવવાની પાઠ શાળા શરૂ કરેલી હતી.

નવા સુરજદેવળ એક સમયે રામાયણ ભણવા માટે એપી સેન્ટર કહેવામાં આવતુ હતું. પૂ.મોરારી બાપુના પુર્વજોમાં પૂ. મોરારીબાપુના પૂવિષ્ણુદાસજી બાપુ નવા સુરજદેવળ રહેલા અને રામાયણનો પાઠનો અભ્યાસ કર્યા બાદ રૂષિકેશ ખાતે સન્યાસ ગ્રહણ કર્યો હતો. તેઓ પૂ.વિષ્ણુદેવાનંદગીરી બાપુના નામથી પ્રસિધ્ધ થયા છે. તેઓ નવાસુરજદેવળ મંદિરે ત્રિકમદાસ બાપુ પાસે ભણેલા તે પૂ. મોરારીબાપુ આજે પણ ગૌરવથી યાદ કરે છે.

સુરજદેવળને મધ્યસ્થાન માની તેની પૂર્વે મુળી અને માંડવરાજ, પશ્ચિમે મહિકુ, ઉતરમાં સરા, દક્ષિણમાં ચોટીલા, આણંદપર મુજબની પાંચાળ પુરાણ પ્રસિધ્ધ પાંચાળ ક્ષેત્રની હદ બતાવવામાં આવી છે. દંતકથા મુજબ સુરજના રથને પાંચાળમાં ખેચી લાવનાર સાત નાગ ભાઇઓ હતા સતયુગમાં આ મંદિરની સ્થાપના સુર્યવંશી ક્ષત્રિય રાજવી માંધાતા દ્વારા થઇ હતી, દ્વાપરમાં કૃષ્ણ અને રૂકમણી થાન આવેલા, કચ્છના લાખા ફુલાણીના આટકોટ નિવાસ દરમિયાન મંદિરનું રિપેરીંગ કરાવેલાનો ઇતિયાસમાં ઉલેખ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.