Abtak Media Google News

આરોપીને ઝડપી પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ આદરી

વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં રહેતી એક માનસિક અસ્થિર સગીરાને ઉલટીઓ થવા સહિતની તકલીફ થતા મેડીકલ ચેકઅપ માટે લઇ જવામાં આવી હતી અને ડોકટરોએ ચેકઅપ કર્યા બાદ તેને ગર્ભ હોય તેવું નિદાન કર્યું હતું અને ત્યારબાદ માનસિક અસ્થિર સગીરા સાથે એક ઇસમેં અનેક વખત દુષ્કર્મ આચર્યું હોય તેની પરિવારને જાણ થતા સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

જે ફરિયાદને પગલે તાલુકા પોલીસે વાંકાનેરના નાના ખીજડીયા ગામના પાટિયા પાસેથી આરોપી સાગર રસિક ડાંગર રહે રાજકોટ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે દુષ્કર્મનો ભોગ બનનાર માનસિક અસ્થિર સગીરાના માતાપિતા નોકરી કરતા હોય જેથી સગીરાને પાડોશીના ઘરે રાખતા હતા જે પાડોશીનો ભાણેજ સાગર ડાંગર મામાના ઘરે આવતો હોય અને સગીરાના માનસિક અસ્થિરપણાનો ગેરલાભ ઉઠાવીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરી તેને સાડા ત્રણ માસનો ગર્ભ રાખી દીધો છે.

ત્યારે ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે તેમજ ભોગ બનનાર સગીરાનું મનોચિકિત્સક ટીમ પાસે કાઉન્સેલિંગ કરાવવામાં આવી રહ્યું છે માનસિક અસ્થિર સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી નરાધમ શખ્સે તેને ગર્ભવતી બનાવી છે અને સગીરાના પેટમાં હાલ ૩.૫ માસનો ગર્ભ હોય જેથી ગર્ભપાત માટેની મંજુરી મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે અને સગીરાનું ગર્ભપાત સમયસર થઇ સકે તે દિશામાં સાર્થક કદમો પોલીસની ટીમ ઉઠાવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.