Abtak Media Google News

ફાયર સેફટીના સાધનો વસાવાયા બાદ ટયુશન કલાસશાળા ચાલુ કરવા દેવાશે: બંછાનિધિ પાની

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ ગઈકાલ સાંજથી શહેરના તમામ ટ્યુશન કલાસમાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેની ચકાસણી શરૂ કરાવી હતી અને આજે પણ મેગા ચેકિંગ ડ્રાઈવ યથાવત ચાલુ રાખવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન ગઈકાલે ૨૦ અને આજે ૪૬ ક્લાસ અને ૪ સ્કૂલ  એમ બંને દિવસમાં કુલ ૬૬ ક્લાસ અને ૪ સ્કૂલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જણાયો હતો અથવા તો જ્યાં સાધનો હતાં તો વર્કિંગ ક્ધડીશનમાં ન્હોતા, આ સંજોગોમાં આ તમામ ક્લાસ અને સ્કૂલ બંધ કરાવેલ છે. દરમ્યાન આગામી દિવસોમાં કોમર્શિયલ બિલ્ડિંગ અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઓન ચકાસણી હાથ ધરવામાં આવશે.Dsc 0694

આજે બંધ કરાવવામાં આવેલા ક્લાસિઝમાં ઈસ્ટ ઝોનમાં કામદાર કોમ્પ્યુટર ક્લાસ, તરપન સ્પોકન ઈંગ્લીશ, ભૂષણ સ્કૂલ પોલ સ્ટાર પ્રા. સ્કૂલ નાલંદા પ્રા. શાળા, પરિમલ વિદ્યાવિહાર, બી. એન્ડ ટી. ક્લાસ, શુભમ કોલ ક્લાસ, પાવન એજ્યુકેશન, હરી કલાસીઝ, માલી એકેડેમી, ચાણક્ય કલાસીઝ, ડિસ્કવર કલાસીઝ, ડી.એસ. કો. કલાસીઝ, ગ્રુપ એજ્યુકેશન, પરમ કોમ્પ્યુટર, સરસ્વતી સ્ટડી પોઈન્ટ,  સેન્ટ્રલ ઝોનમાં બે ટીમો દ્વારા થયેલ ચેકિંગ દરમ્યાન જ્ઞાનગંગા કલાસીઝ, જ્ઞાનગંગા સ્કૂલ, શ્રીજી એજ્યુકેશન, રાજકોટ ઇન્ડસ્ટ્રી ઓફ ટેકનોલોજી, આર.આઈ.ટી. કલાસીઝ, વાત્સલ્ય કલાસીઝ, એક્ષપર્ટ કલાસીઝ, વર્લ્ડ કોમ્પ્યુટર કલાસીઝ, ડેરીંગ એકેડેમી, જીનીયસ એજ્યુકેશન, રામાની ઇન્સ્ટિટયૂટ, અને અલોહા, એકેડેમી, એસેન્ટ કોચિંગ કલાસીઝ, સૂચક કલાસીઝ, ટેકનો એસ્પાય્ર ટેકનીકલ ઇન્સ્ટિટયૂટ, વિહાણ એજ્યુકેશન, વર્ધમાન કોમ્પ્યુટર એજ્યુકેશન, જે. જે. કોમ્પ્યુટર, લર્નિંગ પોઈન્ટ, સી.એસ., હુન્વારજી મુરજી ટ્રસ્ટ, સંસ્કાર કલાસીઝ, ઇન્ડિયન ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ અને જીગ્નેશ કોમ્પ્યુટર જ્યારે વેસ્ટ ઝોનમાં સંસ્કૃતિ કલાસીઝ, નેપ્ચ્યુન ટાવર, દિલ્હી પબ્લિક સ્કૂલ, વીર એકેડેમી, ન્યુ ગુરૂકુળ એકેડેમી, કે સેવન ઇન્ટરનેશનલ ત્ય્ષણ કલાસીઝ, કામાની એકેડેમી અને લીબર્ટી એકેડેમીનો સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશનર તેમજ નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી અને ચેતન ગણાત્રા અને સહાયક કમિશનર વી. એસ. પ્રજાપતિ, સમીર ધડુક, એચ.કે.કગથરા, ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા, એસ્ટેટ શાખાના આસી. મેનેજર બી.બી.જાડેજા તેમજ ફાયર એમડ ઇમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરો દિનેશભાઈ ચાંચિયા, અમિતભાઈ દવે, શૈલેશભાઈ નડીયાપરા, કિરીટભાઈ કોલી, શાર્દુલભાઈ ઝીંઝુવાડિયા, તેમજ લીડિંગ ફાયરમેનો રાહુલભાઈ જોશી, મુબારક્ભાઈ જુણેજા અને  શૈલેષભાઈ ખોખર સહિતના અધિકારીઓ આ ચેકિંગ ડ્રાઈવમાં જોડાયા હતાં. જ્યારે અન્ય ત્રણ સ્ટેશન ઓફિસરો ફિરોઝખાન, ઝાહીદ્ખાન અને ભટ્ટીભાઈને શહેરના મુખ્ય ત્રણ ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતાં. કરવા ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાને આદેશ કરેલ છે, જેના પગલે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ત્રણ ટીમોએ તાબડતોબ સાંજે ટ્યુશન કલાસીસની ચકાસણી શરૂ કરી દીધી હતી.Dsc 0646

એમ કહ્યું હતું કે, રાજકોટમા ચાલતા ટયુશન કલાસીસ પૈકી જે ટ્યુશન કલાસમાં અગ્નિશમન (ફાયર સેફટી)ના સાધનો વસાવવામાં આવ્યા ના હોય તે ચાલુ રાખી શકાશે નહીં અને હાલ તાત્કાલિક અસરથી આવા  ટ્યુશન કલાસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવવામાં ના આવે ત્યાં સુધી ટ્યુશન કલાસ ચાલુ કરી નહી શકાય. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ હાથ ધરવામાં આવેલા ચેકીંગની સાથોસાથ એ પણ ચકાસવામાં આવશે કે, જે કોમ્પ્લેક્સ ના  બેઝમેન્ટ, અગાસી કે બ્લોકડ પગથિયાં માં જગ્યા ઉભી કરીને ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ કે અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોય તો તેની ઉપર તંત્ર સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે.

આ બાબતમાં કડક પગલાં લેવામાં આવી શકે છે. જ્યાં જે કોઈ વ્યક્તિ બેદરકારી સબબ જવાબદાર જણાશે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે એમ પણ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. કમિશનરે વધુમાં કહ્યું કે, વિદ્યાર્થી ભાઇ બહેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે શહેરમાં, ફાયર સેફટીના સાધનો વસાવાયા બાદ જ ટ્યુશન કલાસ ચાલુ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.