Abtak Media Google News

રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન તથા તાલુકા પંચાયત દ્વારા મુખ્યમંત્રીનું શાહી સન્માન: ૨૯મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજી તથા લાલપરીને નર્મદાના નીરથી ભરવાના કામની મંગળ શરૂઆત કરાવશે

રાજય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નગરિકોની શુભેચ્છાને પ્રજા ઉપયોગી કાર્યો કરવાનુંમહત્વ પીઠબળ ગણાવી હતી. મુખ્યમંત્રી તેમના વતન રાજકોટ ખાતે રાજકોટ બિલ્ડર્સ એશોસીયેશન તથા તાલુકા પંચાયતો દ્વારા કરાયેલ સન્માનનો પ્રતિભાવ આપી રહ્યા હતા.

રાજકોટ આજુબાજુના રર ગામડાઓની કુલ ૪ર૮૦ હેકટર જમીનને ગ્રીન ઝોનમાંથી મુકત કરી રહેણાંક વિસ્તાર માટે ફાળવવાની અગત્યની જાહેરાત મુખ્યમંત્રી રૂપાણીએ કરી હતી. જેની ઉપસ્થિત બિલ્ડરોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ર૯ જુને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજી તથા લાલપરી જળાશયોને નર્મદા નીરની ભરવાની પણ મુખ્યમંત્રીએ રાજકોટના નાગરિકોને વધામણી આપી હતી તથા રાજકોટના નાગરિકોને રોજ પાણી આપવાનું વચન આપ્યુ હતું

મુખ્યમંત્રી  ‚પાણીએ ‚ા. ૧૫૦ કરોડના ખર્ચે બનનારા ક્ધટેનર ડેપોની વાત તેમના વકતવ્યમાં વણી લીધી હતી, તથા શહેરને ૩૫ કરોડના ખર્ચે સી.સી ટીવીની સુવિધા આપી ગુનાખોરી  પર નિયંત્રણ લાવવાની કામગીરીની વિગતો પણ રજુ કરી હતી. રાજકોટ ખાતે બનનારા નવા એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરીટીને ૧૦૦૦ હેકટર જમીનની ફાળવણી રાજકોટના વિકાસમાં દિશાસૂચક બની રહેશે.

રાજકોટ ખાતે બનનારા નવા બસસ્ટેન્ડનું, નવા રેસકોર્સ તથા ઝનાના-સિવીલ હોસ્પિટલના આધુનિકરણ થકી રાજકોટ વિકાસની નવી ઉંચાઇઓ સર કરશે.

Guru3233મુખ્યમંત્રી વિજયભાઇ રાજકોટના પેન્ડીંગ પ્રશ્નોનોનુંતબક્કાવાર નિરાકરણ લાવવાની બાહેધરી ઉચ્ચારી હતી અને ઉમેર્યુ હતુ કે રાજયના વર્તમાન શાસકો પ્રજામાંથી આવેલા નાગરિકો હોવાથી પ્રજાના પ્રશ્નો પરખવાની તેમની હથોટી સર્વેવિદિત છે જેનાથી પ્રાણપ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવી શકાશે.

રાજકોટમાં જમીનો સસ્તી થાય, વધુ મકાનો બને, ગુન્હાખોરી અટકે, વધુને વધુ વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી ‚પાણીએ રાજકોટવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, તથા આ માટે રાજય સરકારના શકય તમામ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી.

રાજકોટ બિલ્ડર એસોસીએશન, રાજકોટ તાલુકા પંચાયત તથા આગેવાનોએ મુખ્યમંત્રીનું ફુલોના વિશાળ હાર તથા સ્મૃતીચિહન એનાયત કરી સન્માન કર્યુ હતું. મુખ્યમંત્રીએ તેમના સન્માન બદલ આયોજકોનો તથા સંસ્થાઓનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી ‚પાણીના હસ્તે દિપપ્રાગટયવિધિ સંપન્ન થયા બાદ ખોડલધામના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું પુષ્પ્ગુચ્છથી સ્વાગત કરાયું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ડિઝીટલ તકતી અનાવરણ કરી ત્રણ વિકાસકામોના લોકાર્પણ કર્યુ હતું, જેમા ઘંટેશ્વર ગામની રૂ.૧૬.૦૬ કરોડની પાણી પુરવઠા યોજના,મોટામવા ગામની રૂ.૧૫.૧૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના તથા મુંજકા ગામની રૂ.૧૧.૮૫ કરોડના ખર્ચની ભૂગર્ભ ગટર યોજનાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ‚પાણીએ રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ અશ્વિનભાઇને સ્કુલ ઓન વ્હીલ્સની ચાવી સોંપી હતી.

આ કાર્યક્રમમાં મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય,સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોંવિવદભાઇ પટેલ તથા શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મ્યુની.ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રથ્વીરાજસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય સોનલબેન શીંગાળા, શ્રીમતિ અંજલીબેન ‚પાણી,રાજકોટ બિલ્ડર એશોસીએશનના પ્રમુખ જસ્મતભાઇ વેદિયા, જાણીતા શિક્ષણવિદ ડી.વી. મહેતા, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં શહેરી નાગરિકો ઉપસ્થિત રહયા હતા. જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, મ્યનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, ક્રેડાઇ ગુજરાત પ્રમુખના વેલજીભાઇ શેટા વિગરે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી રોડ ઓવરબ્રિજનું સાંજે કરાશે લોકાર્પણ ક્ષત્રિય સમાજ કરશે મુખ્યમંત્રીનું સન્માન

માદરેવતન રાજકોટની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજે સાંજે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે ૩૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મોરબી રોડ પર રેલવે ક્રોસીંગ ઓવર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૪માં સોરઠીયાક વાડી વિસ્તાર તથા વોર્ડ નં.૪માં ભગવતીપરા ખાતે નિર્માણ પામનાર ૨૬૫૬ આવાસોનું અને ભગવતી પરા મેઈન રોડ પર ‚ા.૧૮૦ કરોડના ખર્ચે કરનારા ડામર કામનું ખાતમૂહૂર્ત કરાશે. ગુજરાત સરકાર દ્વારા રાજયમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. અને હત્યારાને આજીવન કેદ જેવી આકરી સજાની જોગવાઈ કરાય છે જે બદલ રાજકોટમાં ક્ષત્રીય સમાજ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.