Abtak Media Google News

જીવના જોખમે કામ કરી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડનાર વર્ગ-૪ના કર્મચારીઓની માંગણી સંતોષવા જુનાગઢ અધિક્ષક ઈજનેરને રજુઆત…

જૂનાગઢમાં ગઈકાલે જેટકોના ટેકનિકલ કર્મચારી યુનિયન જૂનાગઢના અધિક્ષક ઈજનેર મારફત એડી.ચીફ એન્જીનીયર રાજકોટને વિવિધ માંગણીઓ સાથેનું એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આ કર્મચારી મંડળના સભ્યોએ ધારદાર રજુઆત કરી પોતાની માંગણીઓ ઉપર સુધી પહોંચાડવા અધિક્ષક ઈજનેરને આવેદન સુપરત કર્યું હતું.

આ અંગે વધુ વિગતો અનુસાર જી.એસ.ઓ.૩૧૫નો સુધારો ૧૫/૫/૨૦૧૫ના રોજ જી.એસ.ઓ.-૩ બહાર પાડેલ. જેમાં જીવીયુએનએલને ટેકનિકલ કર્મચારીઓની લાયકાતમાં સુધારો કરી ધો.૧૦ પાસ + આઈટીઆઈ + એપ્રેન્ટીસશીપ પાસ કરવી ફરજીયાત છે. ગુજરાત સરકારના સરકયુલર મુજબ ૧૦ પાસ + આઈટીઆઈ પાસ બરાબર ૧૨ પાસ સરકણ કહેવાય તો આપણે વર્ગ-૩માં સમાવેશ કેમ નહીં ? જીયુવીએનએલની કંપનીઓ સિવાય ગુજરાતના તમામ સરકારી ખાતાઓ તથા નિગમોમાં ઈલેકટ્રીક કામ સાથે જોડાયેલ અને આઈટીઆઈ પાસ એવા આપણા સમકક્ષ કર્મચારીઓને વર્ગ-૩માં સમાવેશ કરેલ છે તો આપણા ટેકનિકલ કર્મચારીઓને વર્ગ-૩માં સમાવેશ કેમ નહીં ? જીયુવીએનએલની તમામ કંપનીઓમાં સર્વોપર, વેલ્ડર, રેડીયો મીકેનીક જેવી ભરતી આઈટીઆઈ બેજ પર થાય છે. છતાં વર્ગ-૩માં સમાવેશ કરેલ છે તો આપણે આઈટીઆઈ ઈલેકટ્રીશ્યન ટ્રેડ/ વાયર ટ્રેડ/ એનસીવીટી તથા એપ્રેન્ટીશ પછી પરીક્ષા પાસ કર્યા બાદ આપણને પટાવાળા, કલીનર, માળી, વોચમેન, સ્વીપરના વર્ગ-૪માં સમાવેશ કરાય છે તો આપણને વર્ગ-૩માં કેમ નહીં ?

વર્ગ-૩માં સમાવેશ કરવાથી પગારમાં વધારો થશે. નોકરીના કલાકો નકકી થશે તથા બીજા અને ચોથા શનિવારે જાહેર રજાનો લાભ મળશે. વધારાના કામના કલાકોનું વળતર મળશે. જીયુવીએનએલના ટેકનિકલ કર્મચારીઓ જીવના જોખમે ઠંડી, ગરમી, વરસાદ દિવસ કે રાત અને કુદરતી હોનારત આકસ્મિક આવતી આફતો જેવી કે વાવાઝોડું, ભુકંપ સુનામી વખતે પોતાની પત્ની, બાળકો અને પરીવારને ભુલી ચિંતા કર્યા વગર ઘરે-ઘરે સતત અને સાતત્યપૂર્ણ અવિરત વિજળી મળી રહે તે માટે જીવના જોખમે કામ કરે છે.

કર્મવીરોને અલગથી બેઝીકના ૫૦% રીસ્ક એલાઉન્સ આપવું મીટર રીડરને જુઆસી.ના વર્ગમાં સમાવી બધા લાભો આપેલ છે પરંતુ હેલ્પરોને શ્રેણીએ ગોળ ચોંટાડી ઈલેકટ્રીક આસી.બનાવી મુર્ખ બનાવેલ છે તો અમોને પણ ન્યાય આપવો ઉપરના તમામ લાભો માટે ગુજરાતના તમામ ટેકનિકલ કર્મચારીઓને એક થવા હાંકલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.