Abtak Media Google News

વાણિયાવાડીમાં શિવશકિત ટ્રેડર્સ અને વિશ્વાનગરમાં ગુરુકૃપા સેલ્સમાંથી બિયરનાં નમુનાં લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા

રાજયમાં નોન આલ્કોહોલીક નામે વેચાતા બિયરમાં આલ્કોહોલ હોવાની ફરિયાદ મળતાં રાજય સરકારનાં ફુડ વિભાગ દ્વારા રાજયભરમાં નોન આલ્કોહોલીક બિયરનાં સેમ્પલ લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેનાં પગલે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરનાં અલગ-અલગ ચાર સ્થળોએથી બિયરનાં નમુના લઈ તેમાં આલ્કોહોલનું પ્રમાણ અથવા પ્રતિબંધિત સ્વીટનર કે કલર નથી ને તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાનાં અધિકારીએ જણાવ્યું હતું કે, રાજય સરકારનાં આદેશનાં પગલે આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા વાણિયાવાડી મેઈન રોડ પર શિવશકિત ટ્રેડર્સમાંથી વેનકુર બિયર અને હેનીકેન લાંગર બિયર નોન આલ્કોહોલીક ફ્રિ તથા ખીજડાવાળા રોડ ૩-વિશ્વાનગર મેઈન રોડ પર આવેલી ગુરુકૃપા સેલ્સમાંથી બાવરીયા નોન આલ્કોહોલીક મેલ્ટ ડ્રીંક તથા એડીલેમેસ્ટર નોન આલ્કોહોલીક પીયોરનાં નમુના લેવામાં આવ્યા છે. જેમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્વયે નોન આલ્કોહોલીક બિયરમાં કાર્બોનિક પાણીમાં માન્યતા પ્રાપ્ત સ્વીટનર તથા કલરનો ઉપયોગ થઈ શકે છે. આલ્કોહોલની હાજરી અથવા પ્રતિબંધીત સ્વીટનર તથા કલર પરીક્ષણમાં મળ્યે સેમ્પલ ફેઈલ જાહેર કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.