Abtak Media Google News

સ્માઈલ કરાઓકે દ્વારા સંગીત મહેફીલ યોજાઈ

રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલ ઋષભવાટિકા પાર્ટી પ્લોટ ખાતે સ્માઈલ ગ્રુપ દ્વારા સ્માઈલ કરાઓકે હર દિલ જો પ્યાર કરેગા ઓડિયો વિડિયો સંગીત મહેફીલનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત સંગીત નાટય એકેડેમીના સંચાલક પંકજ ભટ્ટએ કર્યું હતુ.

આ કાર્યક્રમમાં રાજકોટના ડોકટરો, એન્જીનીયરો, બિલ્ડર્સ સહિતના અનેક નામાંકિત વ્યંકિતઓ જોડાયેલ હતા. અને આ કાર્યક્રમમાં જૂના ગીતોની મહેફીલ માણી હતી આ તકે પંકજ ભટ્ટે જણાવ્યું હતુ કે આવા કાર્યક્રમો અવાર નવાર થતા રહે અને આવનારા સમયમાં ગુજરાતમાંથી કલાકારો ઉભરી આવે અને તેઓ એક અને‚ સ્થાન મેળવે, ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી. આ કાર્યક્રમમાં અનેક લોકોએ જરાઓકે મહેફીલને માણી હતી.

Har-Dil-Ji-Pyaar-Karega-Audio-Video-Enjoying-Musical-Excellence
har-dil-ji-pyaar-karega-audio-video-enjoying-musical-excellence

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.