Abtak Media Google News

શહેરની ખાનગી શાળાઓના ૨૫ હજાર જેટલા શિક્ષકો માટે અલગ-અલગ ગ્રુપ અને ઈન્સ્ટિટયુશન્સની જરૂરીયાત મુજબ કસ્ટમાઈઝ ટ્રેનીંગ પ્રોગ્રામ અપાશે

પ્રવર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રેનો વ્યાપ વધતા, રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં ખાનગી શાળાઓ આવેલી છે, જેમા ખુબ મોટી સંખ્યામાં વિધ્યાર્થી ઓ અને તેમને શિક્ષીત કરવા મોટી સંખ્યામાં અધ્યાપકો કાર્યરત છે. રાજકોટ શહેરમાં ખાનગી અને સ્વનિર્ભર શાળાઓમાં આશરે ૨૫૦૦૦ જેટલા શિક્ષકો કાર્યરત છે, જેમના ટ્રેનીંગ, ઉતન અને ઘડતર માટે રાજકોટના શિક્ષણ ક્ષેત્રે નામાંકિત જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુશન્સ દ્વારા તાજેતરમાં એક નવી સરાહનીય પહેલના ભાગરૂપે સ્વનિર્ભર શાળાના શિક્ષકોના તાલીમર્થે “આર્ષબોધ તાલિમ કેન્દ્રની સપના કરવામાં આવી છે. આ તાલીમ કેન્દ્ર આગામી ૧૧ ઓગષ્ટના રોજ કાલાવડ રોડ ઝોનની શાળાઓમાં શિક્ષકોની તાલીમી, તાલીમ કેન્દ્રના પ્રોગ્રામની વિધિવત શરૂઆત કરવા જઈ રહ્યું છે.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુશન્સના ચેરમેન ડી.વી.મહેતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાર્યરત શિક્ષકો માટે જે પ્રકારે શહેરોમાં શિક્ષણ અને તાલીમ ભવન કાર્યરત છે તે પ્રકારે ખાનગી અને સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો અને વહિવટી કર્મચારીઓ માટે પણ કોઈ તાલીમ સંસની તાતી જરૂરીયાત વર્તાઈ રહી હતી.

આ સંદર્ભે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુશન્સના ચેરમેન ડી.વી.મહેતા દ્વારા શિક્ષકોના ઉતન અને વિકાસ માટે તથા શિક્ષણનું સ્તર જાળવવા તેમજ ખાનગી ક્ષેત્રે કાર્યરત શિક્ષકોને આધુનિક શિક્ષણ પધ્ધતિઓી અવગત કરાવવા અને કેળવણી અંગે તાલીમ આપવા માટે મુંજકા સ્થિતિ આર્ષ વિદ્યા મંદિરના સહયોગી સ્વનિર્ભર શાળાના શિક્ષકોના તાલીર્મો “આર્ષબોધ” તાલીમ કેન્દ્રની સપના કરવામાં આવી છે.

હાલમાં રાજકોટમાં ૨૫૦૦૦ જેટલા શિક્ષકો ખાનગી શાળાઓમાં કાર્યરત હોવાનો અંદાજ છે અને દર વર્ષે નવી શાળાઓ, વિધ્યાર્થી ઓ અને શિક્ષકોનો ઉમેરો થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે રોજગારી આપવામાં શિક્ષણ ક્ષેત્રનું બહુ મોટુ યોગદાન છે. ખાનગી શાળાઓમાં કાર્યરત શિક્ષકો માટે ખાસ સેમીનાર, વર્કશોપ અને રીફ્રેશમેન્ટ કોર્ષ જેવી તાલીમો આપવા માટે આ કેન્દ્રનું મહત્વનું સાબીત થશે. આર્ષ વિદ્યામંદિર ખાતે નિયમિતપણે આ તાલીમ કેન્દ્ર કાર્યરત રહેશે. આ તાલીમ કેન્દ્ર સકારાત્મક પરિણામો આપશે જે યુવાનોમાં ચોકકસપણે પ્રતિબિબિત થશે.

આ કેન્દ્રમાં રાજકોટની તમામ સેલ્ફ-ફાઈનાન્સ શાખાઓ ઝોન મુજબ ભાગ લેશે, સ્વર્નિભર શાળા સંચાલક મંડળ દ્વારા આ માટે ખુબ ઉત્સાહવર્ધક પ્રતિભાવો સાંપડયો છે. આર્ષબોધ કેન્દ્રમાં રાજકોટની ખાનગી શાળાઓના ૨૫૦૦૦ જેટલા શિક્ષકો માટે અલગ-અલગ ગ્રુપ અને ઈન્સ્ટિયુશન્સની જરૂરીયાત મુજબ કસ્ટમાઈઝ ટ્રેનીંગ પ્રોગ્રામ અપાશે આ માટે દેશ, રાજ્ય અને શહેરના જાણીતા શિક્ષણવિદો અને નામાંકીત ટ્રેનરોને આમંત્રીત કરવામાં આવશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ, મહામંત્રી અવધેશભાઈ કાનગડ, ગુજરાત રાજ્ય મહામંડળના ઉપપ્રમુખ ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, ડી.કે. વાડોદરિયા, જયદીપભાઈ  જલુ તેમજ તમામ ઝોનના ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ તમામ કારોબારી સભ્યોનો ખુબ સારો સહકાર સાંપડયો છે. સમગ્ર આયોજન માટે આર્ષ વિદ્યા મંદિરના ટ્રસ્ટી અને જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, સી.ઈ.ઓ. ડિમ્પલ મહેતાના માર્ગદર્શનમાં કાજલબેન શુકલ, શ્રીકાંતભાઈ તન્ના, હિના દોશી, દર્શનભાઈ પરીખ, વિપુલભાઈ ધન્વા, પ્રજ્ઞાબેન દવે, મનિન્દર કૌર કેશપ, બંસી ભૂત, મનીષા રુધાણી, રેના કોટક, દ્રિષ્ટિ ઓઝા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.