Abtak Media Google News

ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ-૩ની પરીક્ષામાં ૩૬ વિદ્યાર્થી ઉતિર્ણ

ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર, આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષામાં પણ ઝળહળતી સફળતા મેળવી

સરકારી નોકરી હાલના દરેક યુવાનનું સ્વપ્ન હોય છે. આ સ્વપ્નને સાકાર કરવામાં વિદ્યાર્થીઓને જો કોઈ બેસ્ટ કોચિંગ ક્લાસનો સાથ મળે તો સોનામાં સુગંધ ભળે. વિદ્યાર્થીઓને જળહળતી સફળતા અપાવવા માટે રાજકોટમાં આવી જ એક સંસ્થા ઉમદા કાર્ય કરી રહી છે.વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવા માટે રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા કોચિંગ ક્લાસિસ ચલાવાઈ રહ્યા છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશને સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, યુપી એસસી, પોલીસ ઈન્સ્પેક્ટર તા વર્ગ-૧, ૨ અને ૩ના કોચિંગમાં આગવું સન પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થી અને વિર્દ્યાનિી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું જ્ઞાન મેળવે છે. દૂર દૂરી વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન લઈને અહીં કોચિંગ ક્લાસ માટે આવે છે અને જળહળતી સફળતા મેળવી સમાજ, પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરે છે. અહીં આવેલા અનેક વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવીને સ્વપ્ન પૂર્ણ કર્યું છે. ત્યારે જીપીએસસી દ્વારા લેવાયેલી પરીક્ષાનું હાલમાં પરિણામ જાહેર યું છે. જેમાં ડેપ્યુટી મામલતદાર વર્ગ-૩, ડેપ્યુટી સેક્સન ઓફિસર વર્ગ-૩, ચીફ ઓફિસર વર્ગ-૩, આસિસ્ટન્ટ ચેરિટિ કમિશનર વર્ગ-૧ અને આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ-૧ની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના કુલ ૪૦ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.

Logo Logo 1

જીપીએસસી દ્વારા લેવાયેલી ડેપ્યુટી મામલતદાર વર્ગ-૩ અને ડેપ્યુટી સેક્સન ઓફિસર વર્ગ-૩માં રાજકોટના  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના કુલ ૩૬ વિદ્યાર્થીઓએ ઉતિર્ણ ઈનેસમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. કુલ ૪૧૨ જગ્યા માટે લેવાયેલી આ પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૩૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્સન ઓફિસરની કઠિન ગણાતી પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૩૬ વિદ્યાર્થીઓએ સફળતા મેળવીને સમાજ, પરિવાર અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. ચીફ ઓફિસર વર્ગ-૩ની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના કુલ ૨ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.

ગુજરાતભરમાં કુલ ૩૭ જગ્યા માટે લેવાયેલી આ પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના મંયક તાળા અને નિકુંજ વોરાએ સફળતા મેળવી છે. આસિસ્ટન્ટ ચેરિટિ કમિશનર વર્ગ-૧ની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તાલિમ લઈ રહેલા પૃથ્વીરાજસિંહ જાડેજા સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે ઉતિર્ણ યા છે. આસિસ્ટન્ટ પ્રોફેસર, પબ્લિક હેલ્ ડેન્ટીસ્ટ્રી, ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ વર્ગ-૧ની પરીક્ષામાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં તાલિમ લઈ રહેલા ડો. દિન્તા કથિરીયા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉતિર્ણ થયા છે.

અલગ અલગ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૪૦  વિદ્યાર્થીઓને સંસ્થા અભિનંદન પાઠવે છે. ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રમુખ હર્ષદભાઈ માલાણી, મંત્રી જી.એલ.રામાણી તથા ટ્રસ્ટીઓ અભિનંદન પાઠવે છે અને સંસ્થામાં વધુને વધુ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.