Abtak Media Google News

ભાવનગરમાં બે ઇંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં અન્યત્ર મેઘવિરામ: ગોધરા અને કલોલમાં ચાર ઇંચ

અપર એર સાયકલોનીક સરકયુલેશનની સિસ્ટમ પ્રસાર થઈ જતા સૌરાષ્ટ્રમાં સોમવારથી મેઘ વિરામ જેવો માહોલ જોવામળી રહ્યો છે. ભાવનગર જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રમાં કોઈ સ્થળે વરસાદ પડયો નથી દરમિયાન આજે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૩ પૈકી ૨૨ જિલ્લાના ૧૩૪ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં ૧૦૯ મીમી પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત ગાંધીનગરનાં કલોલમાં ૧૦૨ મીમી આણંદમાં ખંભાતમાં ૮૮ મીમી, માણસામાં ૮૫ મીમી વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં સોમવારે મેઘવિરામ જેવો રહ્યો હતો ભાવનગરમાં ૪૮ મીમી વરસાદને બાદ કરતા એક પણ સ્થળે વરસાદ પડયો હોવાનું નોંધાયું નથી. આજે પણ સવારથી સર્વત્ર મેઘ વિરામ છે. અને સૂર્યનારાયણ પૂર બહારમાં ખીલ્યા છે. મેઘ મહેર બાદ વરાપ નીકળતા જગતાત વાવણી કાર્યમાં પરોવાય ગયો છે. રાજકોટમાં આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.